________________
૧૯૦
શ્રી જન જ્ઞાન સાગર બન્દા ય ફાસા બહુલેહણિજા, તહપગારે મણું ન મુજજા; રકિખજજ કેહ વિષ્ણુએજ મારું, માય ન સેવેજ લેહં ૧૨ જેસંખયા તુછપરપ્ટવાઈ તે પિસ્જદેસાણ ગયા પરજઝા; એએ અહમ્મતિ દુગમાણ, કંખે ગુણે જાવ સરીરભેઉ. ૧૩
(ત્તિ બેમિ) અર્થ-૧ આઉખું સંધાય તેમ નથી માટે હે જીવ! ધર્મને વિષે પ્રમાદ ન કર જાવંત "જીવને નિહ્યો કેઈ ત્રાણ શરણુ નથી માટે એવું જાણું કે હિંસક, અજિતેંદ્રિય અને પ્રમાદી જીવો કેને શરણ જશે ? ૨ જે મનુષ્ય પાપકર્મ કરીને ધન મેળવે છે અને એ ધન મારું દુઃખ ટાળશે એમ જાણી અમૃતની પેઠે ગ્રહી રાખે છે, તેઓ તે ધન છોડીને સ્ત્રીપુત્રાદિના પાશમાં રહ્યા થકા વેર-બંધ બાંધીને નરકે જાય છે. ૩ જેમ ખાતર પડતાં ખાતરને મેઢે પકડાએલો પાપી ચેર પિતાનાં કર્મો કરી પીડા પામે છે તેમ જીવ આલેક અને પરલોકમાં પીડા પામે છે. કારણ કે કરેલાં કર્મ ભગવ્યા સિવાય છૂટે નહિ ૪ સંસારી જીવ પરને તથા પિતાને માટે જે સાધારણ કર્મ કરે છે તે કર્મ ભેગવવાને વખતે તે પર જીવો બાંધવપણે રક્તા નથી એટલે દુઃખમાં ભાગ લેતા નથી. ૫ પ્રમાદી છવ ધને કરીને આલેક અને પરલોકને વિષે ત્રાણ-શરણ પામે નહિં સમક્તિરૂપ દીપ બુઝાણાથી મેહનો ઉદય થાય છે તેથી મોક્ષ માગને દીઠે. અણદીઠો કરે છે. ૬ પંડિત, શીધ્ર પ્રજ્ઞાવંત પુરુષ, દ્રવ્ય નિદ્રાએ સૂતા થકે પણ ભાવથી જાગતે થકે સંયમ જીવિતવ્ય જીવે અને પ્રમાદને વિશ્વાસ ન કરે કારણ કે ભયંકર કાળ જાય છે અને શરીર બળરહિત થતું જાય છે, માટે ભાખંડ પંખીની પેઠે પ્રમાદરહિત ચાલે છે. ૭ જે કઈ મૂળ ગુણ તથા ઉત્તરગુણને વિષે દેશ ન લાગે તેમ શંકાતે ચાલે અને સંસારને પાપ સરખો માને તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક કોઈ જાતને લાભ મળે ત્યાં સુધી સંયમ જીવિતવ્યને વધારીને પછી મરણને અવસરે કમરૂપ મળ તથા શરીરને ટાળે ૮ શીખવેલા અને કવચ ધરનાર ઘોડાની પેઠે સાધુ પિતાની મરજી અટકાવીને મોક્ષને પામે. ઘણા પૂર્વ સુધી પ્રમાદરહિત વિતરાગને માર્ગે ચાલે તે મુનિ શીઘ માક્ષ જાય છે. ૯ જે પુરુષ પ્રથમ ધર્મ ન કરે અને એમ માને કે અંતકાળે ધર્મ કરીશ, તે પુરુષ પછી પણ ધર્મ કરી શકતા નથી. એ ઉપમા કેવળીને છાજે પણ બીજા પુરુષોને છાજે નહિ. ૧૦ હે જીવ ! તું શીઘ વિવેક (ધર્મ પામી શકતો નથી માટે સાવધાન થઈ કામભેગને છાંડીને મોટા ઋષીશ્વરની પેઠે સધળાં પ્રાણીઓને સમભાવે બરાબર જાણીને આત્માની રક્ષા કરતો થકે અપ્રમાદી થકે વિચર. ૧૧ મોહન ગુણને છતાં સંયમને વિષે વિચારતા સાધુને અનેક પ્રકારના આકરા કે સુંવાળા શબ્દાદિ વિષે વારંવાર હરકત કરે છે પણ તે ઉપર સાધુ મને કરીને પણ ઠપ ન કરે. ૧૨ શબ્દાદિ વિષયોને સ્પર્શ ઘણું જીવોને મંદ પાડે છે અને લોભ ઉપજાવે છે. માટે તેવા વિષયમાં મન ન રાખવું તથા ક્રોધ ન રાખવો, માનને ટાળવું. માયા ન સેવવી અને લેભને છાંડ. ૧૩ જે કઈ તત્ત્વજ્ઞાન વિના સંસ્કૃત ભાષા બેલવાના ડોળ ઘાલનાર અને પારકા શાસ્ત્રના પરૂપણહાર રાગદ્દે સહિત પરવશ પડયા છે. તેને મિથ્યાત્વી ગણી તેમનાથી દૂર રહી જાવછવ સુધી જ્ઞાનાદિક ગુણની વાંછના કરવી. | ઇતિ છે