SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી જ ન જ્ઞાન સાગર નરસા ગર્ભની પરીક્ષા થાય છે. ચોથે માસે કણકના પીંડા જેવો થાય, તેથી માતાનું શરીર પુષ્ટિ પામે છે. પાંચમે ભાસે પાંચ અંકુરા દે છે. તેમાં બે હાથ, બે પગ, પાંચમું મસ્તક, છઠ માસે રૂધિર તથા રમ, નખ ને કેશની વૃદ્ધિ થાય છે. તેમાં સાડાત્રણ કોડ રેમ છે. તેમાંથી બે કોડ ને એકાવન લાખ ગળા ઉપર અને નવાણું લાખ ગળા નીચે છે, બીજે મતે તેટલી સંખ્યાનાં રોમ ગાડરનાં કહેવાય છે તે વિચારી જોતાં વ્યાજબી લાગે છે, એકેક રેમને ઉંગવા જેટલી જગામાં પિણાબેથી કાંઈક વધારે રેગ ભરેલા છે તેને સરવાળો ગણતાં પણ છ ક્રોડ ઉપરાંત રોગ થાય છે અને તે પુણ્યના ઉદયથી ઢંકાએલા રહે છે. અહીંથી રેમ આહારની શરૂઆત થવાને સંભવ છે તવં તુ સર્વગમ્યું. તે આહાર, માતાના રૂધિરને સમેસમે લેવામાં આવે છે ને સમે સમે પ્રગમે છે, સાતમે ભાસે સાતમેં શીરા એટલે રસહર નાડીઓ બંધાય છે તે દ્વારે શરીરનું પણ થાય છે. તેથી ગર્ભને પુષ્ટિ મળે છે. તેમાંથી સ્ત્રીને છાઁને સિત્તેર નપુંસકને ઇસેં ને એંસી. અને પુરૂષને સાતસે પુરી હોય છે. પાંચસે માંસની પેશી બંધાય છે. તેમાંથી સ્ત્રીને વીસ ને નપુંસકને વશ ઓછી હોય છે. તે પેશીવડે હાડ ઢંકાયેલા હોય છે, તે હાડમાં સર્વ ભળીને ત્રણસેં ને સાઠ સાંધે છે એકેક સાંધ ઉપર આઠ આઠ મર્મનાં ઠેકાણું છે, તે મર્મસ્થાન ઉપર એક ટકર વાગતાં મરણ પામે છે બીજે મતે એકસેને સાઠ સાંધિ; અને એકસેને સિત્તેર મર્મને સ્થાનક કહેવાય છે, ઉપરાંત સર્વજ્ઞગમ્ય. તે શરીરનાં છ અંગ હોય છે, તેમાંથી માંસ, લેહી અને મસ્તકની મજા (ભેજું) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ હાડની મજા અને નખ, કેશ, રોમ, એ ત્રણ અંગ પિતાનાં છે. આઠમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે, ગર્ભને લધુ નિીત, વડી નીત, શ્લેષ્મ, ઉધરસ, છીંક બગાસું, ઓડકાર, વગેરે કાંઈ હોતું નથી. તે જે જે આહાર ખેંચે છે, તે આહારના રસવડે બદ્રિને પુષ્ટિ મળે છે. હાડ, હાડની મજા, ચરબી, નખ, કેશની વૃદ્ધિ થાય છે. તે આહાર લેવાની બીજી રીત એ છે, કે માતાની તથા ગર્ભની નાભી ઉપરની રસરણી નાડી એ બે પરસ્પરમાં વાળાના આંટાની જેમ વીંટાઈ રહી છે. તેમાં ગર્ભની નાડીનું મોટું માતાની નાભીમાં જોડાયેલું છે. માતાના કેડામાં આહારને પેલે કવલ પડે છે. તે નાભી પાસે અટકે છે. તેને રસ બને છે. તે રસ, ગર્ભ પિતાની જોડાયેલી રસહરણી નાડીથી ખેંચી પુષ્ટ થાય છે તે શરીરમાં બેતર કેડા છે, તેમાં પાંચ કોઠા મેટા છે. તેમાંથી શિયાળામાં બે કેઠા આહારના એક કે પાણીને ઉનાળામાં બે કેઠા પાણીના, એક કઠો આહારનો, ચોમાસામાં બે કેઠા આહારના અને બે કેડા પાણીનાં કહેવાય છે. એક કે સદાકાર આહારના અને બે કહા પાણીનાં કહેવાય છે. એક એક કઠો સદાકાળ ખાલી રહે છે. સ્ત્રીને એક છઠ્ઠો કે વધારે છે, તેમાં ગર્ભ રહે છે. પુરુષને બે કાન, બે ચક્ષુ, બે નાસિકા, મુખ, લઘુનીત અને વડી નીત એ નવ દ્વાર અપવિત્ર અને સદાકાળ વહેતાં રહે છે. તે સ્ત્રીને બે સ્તન અને ગર્ભદ્વાર એ ત્રણ ભળીને બાર દ્વાર સદા કાળ વહેતાં રહે છે. તે શરીરમાં અઢાર પૃષ્ટકંડક નામની પાંસળીઓ છે, તે વાંસાની કરોડ સાથે જોડાયેલી છે. તે સિવાય બે પાંસાની બાર કડક પાંસળીઓ છે, ને ઉપર સાત પડ ચામડીના મઢાયેલાં છે. છાતીના પડદામાં બે કાળજાં છે, તેમાં એક પડદા સાથે જડાયેલે ને બીજા કાંઈક લટક છે. પણ પડદામાં બે અંતસ (નળ) કહ્યા છે, તેમાં પહેલે સ્થૂળ છે તે મળસ્થાન અને બીજો સુક્ષ્મ છે તે લઘુનીત સ્થાન કહેવાય છે. વળી બે પ્રણવસ્થાન એટલે ભોજન, પાન પ્રગમવાની જગા છે, દક્ષિણ (જમણે પાસે) પ્રગમે તે દુ:ખ ઉપજે છે, વામ (ડાબે પાસે) પ્રગમે તે સુખ ઊપજે છે. સોળ આંતરા છે, ચાર આંગળની ગ્રીવા (ડેક) છે. ચાર પળની જીભ છે. બે પળની આંખે છે. ચાર પળનું મસ્તક છે, નવ આંગળની જીભ છે; બીજે મતે સાત સાત
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy