________________
અથ શ્રી શ્રોતા અધિકાર
૧૫૩
૮ મસળ-તેના બે પ્રકાર : ૧ મસગ તે ચામડાની કેથલી તેમાં વાયરે ભરાય ત્યારે અત્યંત ફૂલેલી દેખાય પણ તૃષા શમાવે નહિ, પણ વાયરે નીકળી જાય ત્યારે ખાલી થાય, તેમ એકેક શ્રોતા અભિમાનરૂ૫ વાયરે કરી શુષ્ક જ્ઞાનવત્ તડાકા મારે પણ પિતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ. એ છાંડવા યોગ્ય છે.
૨. મસગ તે મચ્છર નામે, જંતુ, અન્યને ચટકા ભારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણુજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્નાદિકને જ્ઞાન–અભ્યાસ કરાવતાં ઘણો પરિશ્રમ આપે તથા કુવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચ પ્રમુખ કાંઈપણ ન કરે અને ચિત્તમાં અસમાધિ ઉપજાવે એ છાંડવા ગ્ય છે.
૯ જલુગ-તેના બે પ્રકાર ૧. જલ નામે જંતુ ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લેહી પીએ પણ દુધ ન પીએ, તેમ એકેક અવિનીત કુશિષ્ય શ્રોતા આચાર્યાદિકની સાથે રહ્યા શકા તેમાં છિદ્રો ગષે પણ ક્ષમાદિક ગુણ ને ગ્રહણ કરે, માટે છાંડવા યોગ્ય છે.
૨. જળો નામે જંતુ ગુમડા ઉપર મૂકીએ ત્યારે ચટકે મારે ને દુઃખ ઉપજાવે અને મુડદાલ (બગડેલું) લેહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનીત શિષ્ય શ્રોતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂ૫ ચટકે ભરે-કાલે અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે–પછી સંદેહરૂપી બિગાડ કાઢી ગુર્વાદીકને શાંતી ઉપજાવે–પરદેશી રાજાવત એ આદરવા યોગ્ય છે.
૧૦ બિરાલી-બિરાલી દૂધનું ભોજન સીંકાથી ભય પર નીચું નાંખીને રજકણ સહિત દૂધ પીએ, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પિતે વિનય કરી ધારે નહિ, માટે તે શ્રોતા છાંડવા ગ્ય છે.
૧૧ જાહગ-સહલે તે તિર્યંચની જાતિ વિશેષ–તે પ્રથમ પિતાની માતાનું દૂધ થોડે છેડે પીએ ને તે પાચન થાય પછી વળી થોડું પીએ એમ છેડે થોડે દૂધથી પિતાના શરીરને પુષ્ટ કરે પછી મેટા ભુજંગનાં માન મર્દન કરે, તેમ એકેક શ્રોતા આચાર્યાદિક પાસેથી પિતાની બુદ્ધિ પ્રમાણે કાળે કાળે છેડે થોડે સૂત્રાદિ અભ્યાસ કરે; અભ્યાસ કરતાં ગુર્નાદિકને અત્યંત સંતોષ ઉપજાવે, કેમકે આપેલે પાઠ બરાબર અસ્મલિત કરે ને તે કર્યા પછી વળી બીજીવાર અને ત્રીજીવાર એમ થોડે થોડે લે ને પછી બહુશ્રુત થઈ મિથ્યાવી લેકેનાં માન મર્દન કરે એ આદરવા દે છે.
૧૨ ગાગો તે “ગાય” નાં બે પ્રકાર : જેમ દૂધવતી ગાયને કેઈ એક શેઠ પાડોશીને ત્યાં આપી ગામ જાય, પણ તે પાડોશી ઘાસ પાણી પ્રમુખ બરાબર ગાયને નહિ આપવાથી ગાય ભૂખે તૃપાએ પીડાતી થકી દૂધમાં સુકાય, ને દુઃખી થાયે તેમ એકેક અવિનીત શ્રોતાએ ગુર્નાદિકની આહાર પાણી પ્રમુખ વૈયાવચ્ચ નહિ કરવાથી તેમનો દેહ લાનિ પામે ને તાદિમાં ઘટાડો થાય ને અપયશ પામે.
૨. એક શેઠ પાડોશીને દૂઝણી ગાય સોંપી ગયે. પાડોશીએ ઘાસ, પાણી પ્રમુખ છે પ્રકારે આપવાથી ધમાં વધારો થયો ને તે કીતિને પામ્યો. તેન એકેક વિનીત શ્રોતા (શબ્દ) ગુર્નાદિકની આકાર પામું પ્રમુખ વૈયાવચ્ચની વિધિએ કરી, ગુર્નાદિકને શાતા ઉપજાવે તે તેમને જ્ઞાનમાં વધારો થાય તે કીતિને પામે. એ શ્રોતા આદરવા યોગ્ય છે.
૧૩ ભેરી-તેનાં બે પ્રકાર : ૧ એ છે જે, ભેરીને વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે તે રાજ ખુશ થઈ તેને પુષ્કળ દ્રવ્ય આપે, તેમ વિનીત શિષ્ય તીર્થકર તથા