SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર શ્રી જૈન જ્ઞાન સાગર ૬. એક ઘડે સુગંધે કરી વાસિત છે તેમાં પાણી ભરે તે પાણીના ગુણને વધારે, તેમ એકેક શ્રેતા સમકિતાદિક સુગંધે કરી વાસિત છે તેમને સત્રાદિક ભણવતાં જ્ઞાનના ગુણને દીપાવે. ૭. એક ઘડો કાચો તેમાં પાણું ભરે તે ઘડો ભીંજાઈને વિણસી જાય, તેમ એકેક શ્રેતા અલ્પબુદ્ધિવાળાને સુત્રાદિકનું જ્ઞાન આપતાં તે નયપ્રમુખને નહિ જાણવાથી તે જ્ઞાનથી તથા માર્ગથી ભ્રષ્ટ થાય. ૮. એક ઘડે ખાલી છે તે ઉપરથી બુઝારૂં ઢાંકી વર્ષાકાળે નેવાં હેઠે પાણી ઝીલવા મૂકયું, પણ પાણી અંદર આવે નહિ ને તળે પાણી ઘણું થવાથી ઉપર તરે ને વાયરાદિકે કરી ભીંત પ્રમુખે અથડાઈને ફૂટી જાય; તેમ એકેક શ્રોતા સથુરુની સભામાં વ્યાખ્યાન ' સાંભળવા બેસે પણ ઊંધ પ્રમુખના યોગે કરી જ્ઞાનરૂપ પાણી હૃદયમાં આવે નહિને ઘણી ઊંઘના પ્રભાવે કરી ખોટા ડાળરૂપ વાયરે કરી અથડાય છે, તે સભાથી અપમાન પ્રમુખ પામે તથા ઊંધમાં પડવાથી પિતાના શરીરને નુકસાન થાય. ૩. ચાલણી-એકેક શ્રેતા ચાલણી સમાન છે, ચાલણીના બે પ્રકાર : ૧ એ છે કે ચાલણી પાણીમાં મૂકે ત્યારે પાણીથી સંપૂર્ણ ભરી દેખાય અને ઉપાડી લઈએ ત્યારે ખાલી દેખાય, તેમ એકેક શ્રેતા વ્યાખ્યાદિ સભામાં સાંભળવા બેસે ત્યારે વૈરાગ્યાદિ ભાવનાએ કરી સંપૂર્ણ ભર્યા દેખાય અને સભાથી ઉડી બહાર જાય ત્યારે વૌરાગ્ય રૂપ પાણી કિંચિત પણ દેખાય નહિ એ શ્રેતા છાંડવા હોય છે. ૨. ચાલાણીએ ઘઉં પ્રમુખને આટો (લેટ) ચાળવા માંડ્યો, ત્યારે આટો નીકળી જાય ને કાંકરા પ્રમુખ કચરે ગ્રહી રાખે, તેમ એક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળતા ઉપદેશક તથા સૂત્રના ગુણ ગુણ જાવા દે, અને સ્કૂલના પ્રમુખ અવગુણ રૂપ કચરે ગ્રહી રાખે, માટે તે છાંડવા યોગ્ય છે. ૪, પરિપુણગ-તે સુઘરી પક્ષીના માળાનું દષ્ટાંત. સુઘરી પક્ષીના માળાથી છૂત (વી) ધૃત ઘૂત નીકળી જાય અને કીટી પ્રમુખ કચરે ગ્રહી રાખે, તેમ એકેક શ્રોતા આચાર્ય પ્રમુખના ગુણ ત્યાગ કરી અવગુણ ગ્રહણ કરે એ શ્રોતા છાંડવા યોગ્ય છે. પ, હંસ-હંસને દૂધ, પાણી એકઠાં કરી પીવા માટે આપ્યા હોય, તે તે પિતાની ચાંચમાં ખટાશના ગુણે દૂધ પીએ ને પાણી ન પીએ, તેમ વિનીત શ્રોતા ગુર્નાદિકના ગુણ ગ્રહને અવગુણ ન લે, એ આદરણીય છે. ૬ મહિષ–ભેંસ જેમ પાણી પીવા માટે લાશયમાં જાય, પાણી પીવા જલમાં પ્રથમ પ્રવેશ કરે, પછી મસ્તક પ્રમુખ કરી પાણી ડહોળે ને મલમૂત્ર કરી પછી પોતે પીવે, પણ શુદ્ધ જલ પિતે ન પીએ, અન્ય યૂથને પણ પીવા ન દે, તેમ કુશિષ્ય શ્રોતા વ્યાખ્યાનાદિકમાં કલેશરૂપ પ્રશ્નાદિકે કરી વ્યાખ્યાન વહેળે, પિતે શાનપણે સાંભળે નહિ ને અન્ય સભાજનોને શાંત રસથી સાંભળવા ન દે, એ છોડવા યોગ્ય છે. ૭. મેષ-બકરાં જેમ પાણી પીવા જલસ્થાને નદી પ્રમુખમાં જાય, ત્યારે કાંઠે રહી પગ નીચા નમાવી પાણી પીઓ, ડહોળે નહિ ને અન્ય યૂથને પણ નિર્મળ પીવા દે, તેમ વિનીત શિa શ્રેતા એ ખ્યાનાદિક નમ્રતા તથા રસથી સાંભળે, અન્ય સભાજનેને સાંભળવા દે, એ આદરણીય છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy