________________
અથ શ્રી ચેતવીશ જિનાનેરાં,
૧. અઢાર ક્રોડાકોડ સાગરને અંતરે પહેલા શ્રી આદિનાથ તીર્થકર વનિતા નગરીને વિષે થયા નાભિરાજા પિતા, મરૂદેવી રાણી માતા, હેમવર્ણ, વૃષભ લાંછન, પાંચસે ધનુષ દેહમાન, ચેશી લાખ પૂર્વનું આયુષ, વીશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેસઠ લાખ પૂર્વ રાજ્ય પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી, પ્રવજ્યા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું, સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગણીની પેટી આપીને, ત્રીજા આરાના ત્રણું વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે મહા વદ તેરશને દહાડે, દશ હજા૨ સાધુ સંઘાતે સ્વામી નિર્વાણું, મોક્ષ પધાર્યા.
૨. પહેલા શ્રી આદિનાથ તીર્થકર નિર્વાણુ, મોક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ ક્રોડ સાગરને આંતરે બીજા અજિતનાથ તીર્થંકર અધ્યા નગરીને વિષે થયા. જિતશત્ર રાજા પિતા, વિજયાદેવી રાણી માતા, હેમવ, ગજ કહેતાં હસ્તીનું લાંછન સાડા ચારસે ધનુષનું દેડીમાન, તેર લાખ પૂર્વનું આયુષ, અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વ શજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્યા પાળી, પ્રવજ્ય લીધા પછી બાર વર્ષે કેવળજ્ઞાન ઉપર્યું. સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે નિર્વાણ, મેક્ષ પધાર્યા.
૩ બીજા અજિતનાથ તીર્થકર મક્ષ પોંચ્યા પછી ત્રીશ લાખ ક્રોડ સાગરને આંતરે, ત્રીજા સંભવનાથ તીર્થકર સાવથી નગરીને વિષે થયા. જિતાર્થ રાજા પિતા, સૈન્યાદેવી રાણી માતા, હેમણે, અર્ધ કહેતાં ઘડાનું લાંછન, ચારસે ધનુષનું દેહમાન, સાઠ લાખ પૂર્વનું આયુષ, પંદર લાખ પૂર્વ કુંવ૫ણે રહ્યા, ચુંમાલીશ લાખ પૂર્વ રાજ પાઉં, એક લાખ પૂર્વ પ્રવજ્યાં પાળી, પ્રવજ્ય લીધા પછી ચૌદ વર્ષે કેવળજ્ઞાન ઊપજયું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને દ્વાદશાંગી ગાણુંની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણું, મોક્ષ પધાર્યા.
૪ ત્રીજા સંભવનાથ તીર્થકર મોક્ષે પહોંચ્યા પછી દશ લાખ ક્રોડ સાગરોપમને આંતરે ચેથા અભિનંદન તીર્થકર, વનિતા નગરીને વિશે થયા. સંવર રાજા પિતા, સિદ્ધાર્થ રાણી માતા, હેમણે વાનરનું લાંછન, સાડાત્રણસેં ધનુષનું દેહીમાન, પચાસ લાખ પૂર્વેનું આયુષ, તેમાં સાડાબાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સાડી છત્રીસ લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવજ્ય પાળી, પ્રવર્યા લીધા પછી અઢાર વર્ષે કેવળજ્ઞાન ઊપજ્યુ, સાધુ, સાધ્વી. શ્રાવક, આવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપી, દ્વાદશાંગી ગણીની પેટી આપીને એક હજાર સાધુ સંઘતે સ્વામી નિવણ, મેક્ષ પધાર્યા.