________________
४४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આપ ફરમાવે કે–“શ્રોત્રેન્દ્રિયને વશ પડેલા છો કેવા કર્મ બાંધે?”
જેવાબમાં ભગવંતે કહ્યું કે, “હે જયંતી, જેમ ક્રોધાદિને માટે કહ્યું તેમ ઈદ્રિયને વશવતી જીવન માટે પણ સમજી લેવું. એટલે કે તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દઢ બંધનવાળા કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરનાશ થાય છે.
શાસ્ત્રોમાં ઇન્દ્રિયને ઘડાની ઉપમા આપવામાં આવી છે શરીરરૂપી રથ ઘડા જેવી પાંચે ઈન્દ્રિયો સાથે સંલગ્ન હોવાથી આત્મારૂપી રથકાર (ગાડી હાંકનાર) જ્યારે જ્યારે કષાયને અધીન, વિષય વાસનામાં મસ્ત, જૂઠ પ્રપંચનો ખેલાડી અને મેહરૂપી મદિરાપાનથી છકીને પાગલ જેવું બની જાય છે ત્યારે ઈન્દિરૂપી ઘોડાઓ પણ ભારે તોફાનમાં આવીને શરીરરથની સ્થિતિને સાવ બેડેળ કરી નાખે છે. અને એક વાર, બે વાર કે ત્રણ વાર ઇન્દ્રિયાદિના ગુલામ બનેલા આત્માને પુનઃ શેઠ બનવામાં બહુ જ મુશ્કેલી અનુભવવી પડે છે, જમ્બર પુરુષાર્થ ખેડ પડે છે, જે સમ્યગજ્ઞાનની લગામ અને સમ્યફચારિત્રની ચાબુક વિના સર્વથા અશક્ય છે.
સંસારના અનંતાન ત જીવો કરતાં કણેન્દ્રિય પ્રાપ્ત પચેન્દ્રિય જીવોની સંખ્યા થોડી જ હોય છે, કેમકે અગણિત પુણ્યકાર્યોને લઈને જીવાત્માને કન્દ્રિયની પ્રાપ્તિ થાય છે, જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંન્નિત બને છે. માણસ ડે વિચાર કરે કે જેની પ્રાપ્તિમાં અગણિત પુણ્યકર્મો કામ કરી રહ્યાં હોય તેવું પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયા પછી તેને દરૂપગ શા માટે કરું? સંભવ છે કે જીવાત્માને આવા