________________
૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩ જાય છે. તેવી રીતે ભવસિદ્ધિક અવસ્થાને પણ કાળલબ્ધિ અને ભાવલબ્ધિ નિમિત્તરૂપ હોય છે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં જવા માટે કાળલબ્ધિ ન પાકી હોવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઠેઠ ૨૧ ભ સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં તેઓ આવી શક્યા નથી માટે ત્રીજા ભવે ચારિત્ર મહનયના કારણે સંયમભ્રષ્ટ થયા; જ્યારે શિષ્યસંપત્તિના લોભે દર્શન મેહનીયના ચકાવે ચડ્યા અને સભ્યત્વથી પણ ભ્રષ્ટ થયા. વચલા બાર ભવે સુધી ફરીથી સમ્યગુદર્શન મેળવવાને માટે સમર્થ બની શક્યા નથી. સળગે ભવે ફરીથી ચારિત્રવંતા થયા પણ મોક્ષમર્યાદાથી દૂર હોવાને કારણે કોધાવેશમાં ધૂઆં પૂ થઈને નિદાનગ્રસ્ત બન્યા. અઢારમા ભવે નિયાણનાં ફળ ભગવીને સાતમી નરકે ગયા. વશમા ભવે સિંહના ભવે જન્મી એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. આ પ્રમાણે નયસારના ભવમાં સમ્યક્ત્વ મેળવ્યા પછી પણ એકવીશ ભવ સુધી ઘણું ભયંકરમાં ભયંકર–અનંતાનુબ ધી કષાય અને મિથ્યાત્વ મેહનીય સંબધી કમેં ભગવાયાં પછી બાવીશમા ભવમાં દેશની મર્યાદામાં આવી શક્યા છે. તેથી પાપસ્થાનકેના માર્ગ બંધ થયા, સવરનાં દ્વાર ઉઘડ્યાં અને પિતાના હૈયામાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા. પછી તે ઉત્તરોત્તર આગળની શ્રેણીઓમાં ચડતા ગયા અને સત્તાવીશમા ભવમાં કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિનો સમાગમ થતાં મહાવીરસ્વામીને આત્મા અનંત સુખને ભક્તા બનવા પામે. માટે જ કહેવાયું છે કે, “વહેલા કે મોડા ભવસિદ્ધિકે મેક્ષમાં જનારા થશે અને અભત્રસિદ્ધિકે હરહાલતમાં મેલ તરફ પ્રસ્થાન કરી શકવાના નથી ” કારણ આપતાં કહેવાયું છે કે, “જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભવ્યસિદ્ધિક પણ