________________
શતક ૧૨ મું ઉદ્દેશક–૧ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેઓ તેટલા સમય પૂરતા ઠાવકા, ગભીર, હસમુખા અને પ્રેમભરેલી વાતા કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ....પણ.. તેમના હૈયામાં રેષને અગ્નિ ભલે હોય છે. માટે જ બહારના ઠાવકા અને અ દરના માયાવી, બહારના ગંભીર પરંતુ હૈયામા ચૂલા ઉપર ખદબદતી ખીચડીની જેમ ક્રોધ ઈર્ષાદિથી બળતા હોય છે બહારના હસમુખા અને અંદરના કાતિલ ઝેર જેવા આત્માઓ સમય જોઈને “ઘા કરનારા હોય છે. બહારથી પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે પણ અદર ઈષ્ય–અદેખાઈ કે વેર-વિરોધનો વંટોળ ચડી ગયા હોઈને સમયની પ્રતીક્ષા કરનારા હોય છે. માટે આવી રીતના રહેણી અને કથનીમાં ફેરફારવાળા માનના ચહેરા ઉપર તત્કાળમા અપ્રીતિરૂપ લક્ષણ ન પણ દેખાતું હોય તે પણ આત્માના પ્રતિપ્રદેશે ક્રોધને ઉદયકાળ વર્તતે હોય છે. માટે કહેવાયું છે કે કોધી માણસના જીવન અપ્રીતિઆત્મક પરિણામવાળાં જ હોય છે અપ્રીતિ એટલે આત્માની પરિણતિ, લેશ્યા, વિચારધારા કે તેના પરિસ્પદ સમજવા.
માટે ભૂત, ચડાળ કે કાળા નાગની ઉપમાને ધારણ કરને કોધ સૌથી પહેલા ત્યાજ્ય છે, સર્વથા ત્યાજ્ય છે
પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ૧૬મા ભવમાં મહાવીરસ્વામીનો આત્મા વિશ્વભૂતિ નામે હિતે સંસારના ખટપટોના કારણે મુનિધર્મ રવીકાર્યો, તપશ્ચર્યા તપી, સ યમ પાળે પણ વિશાખાનદી ઉપરનો કોઇ કાબુમાં લઈ ન શકવાને કારણે મથુરા નગરીમા ગાયને શીંગડા સાથે ઉછાળીને દૂર ફેંકી દીધી અને વિશાખાન દીને મારવાનું નિયાણું કર્યું. અને ૧૮મા ભવે વાસુદેવના અવતારમાં અવતરી સાતમી નરકે