________________
શતક ર૦ મું : ઉદ્દેશક–૫ પરમાણુમાં વદિ કેટલા? - વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચારે પુગમાં જ હેય છે, તેથી ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! પુગલ પરમાણમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પુગલના એક પરમાણમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ અવશ્યમેવ રહેલા હોય છે, જે બધાયના વીશ ભેદ છે. જેમાંથી પરમાણુમાં પાંચ ગુણ અને સ્કંધમાં વીશ ગુણની વિદ્યમાનતા જાણવી. દ્વિ પ્રદેશિકથી લઈ અનંત પ્રદેશિક છે જાણવા. એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને મળે તે દ્વિ પ્રદેશિક. આ પ્રમાણે જ અનંત પરમાણુ ભેગા થાય તે અનંત પ્રદેશિક સ્કંધ કહેવાય છે. - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પશેમાંથી પરમાણુમાં બે સ્પર્શ જ જાણવા. શીત અને ઉષ્ણ તથા સ્નિગ્ધ અને રૂક્ષ પરસ્પર વિરોધી હેવાથી બેમાંથી એક સ્પર્શ જાણ. જેમકે શત અને સ્નિગ્ધ, ઉષા અને સ્નિગ્ધ, શીત અને રૂક્ષ, તથા ઉષ્ણ અને રૂક્ષ. - પરસ્પર વિરુદ્ધ બે પરમાણુ જ્યારે ભેગા મળે તેને સ્કંધ કહેવાય છે, જેની ચર્ચા પહેલા અને બીજા ભાગમાં કરી છે.
ભેગા થનારા પરમાણુમાં કઈ પરમાણુ કાળ, ધૂળે, પીળ, નીલે, અને રાતે આમાંથી એક વર્ણવાળે હૈય, પાચ રસમાંથી એક રસવાળે, બે ગંધમાંથી એક ગંધવાળા અને ચાર સ્થશમાં બે સ્પર્શ હોય. આ પ્રમાણે પાંચ ગુણ સમજવા.
-
-
-
-
-
-
—
*
-
-
-*
'
'