________________
૬૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આંખ બંધ કરીને મંદિરમાં બેઠા હોઈએ કે કાર્યોત્સર્ગમાં બેઠા કે ઉભા હોઈએ, ત્યારે જે જે ઔદાયિક, વૈકારિક, વૈભાવિક કે તામસિક ભાવે આપણને સતાવીને ધ્યાન તેડાવતા હેય, ત્યારે તેના પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન માત્રા આપણે મૂકીએ તે જણાઈ આવશે કે આ ચાલુ ભવની માયા કરતાં પણ ભૂતકાળના ભવની ભગવાયેલી માયા કેટલી જબરદસ્ત તાકાતવાળી હોય છે? કયા ભવની કઈ વાત, પુગલ, સ્ત્રી, બાળક, દ્વેષી, રાગી વગેરે આપણી સામે કેવા રૂપે, કયાંથી આવીને ચડે છે, જેનાં કારણે વીતરાગના મંદિરેમાં, પૌષધવ્રતમાં, કે કાત્સર્ગમાં પણ આપણે રાગી અને દ્વેષી બનીને લીધેલા વ્રતને, પ્રતિજ્ઞાને તેડી નાખવા તૈયાર થઈએ છીએ અથવા તેડી પણ દઈએ છીએ.
આ ભવમાં માંડેલી ગૃહસ્થાશ્રમીમાં વ્રતધારી બનીને અને ખાસ કરીને “સ્વસ્ત્રી સંતેષની મર્યાદાને કરી લીધા પછી પણ
જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક સ્થાનમાં બીજી કઈ મદમાતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તે સ્ત્રીનું શરીર પુગલ આ ભવમાં આપણું વિલાસમાં નથી આવવાનું છતાં પણ આપણું રમે રેમમાં ચંચલતા કયાંથી આવી? તે યદિ પૂર્વભવની રાગ સંબંધવાળી હશે? તે તેને પક્ષપાત કરવાની અને દ્વેષ સંબંધવાળી હશે? તે તેને તિરસ્કારવાની વૃતિ અને પ્રવૃતિ કયાંથી અને કેવી રીતે થઈ ?
મન-વચન અને કાયાના પાપનો ત્યાગ કર્યા પછી અને ચૌરાસી આશાતનાનો ખ્યાલ બરાબર છે તે દેરાસરમાં આવ્યા પછી અમુક પ્રસંગના કારણે આપણે રાગદ્વેષમાં તણાઈ જઈએ છીએ, તે સમયે શેડો વિચાર કરીએ તે જણાઈ આવશે કે