________________
૬૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. 8 છે, અને સંસારના બધાય કર્મોને નિર્મૂળ કરી નિર્વાણપદ પણ આત્મા જ મેળવે છે.
કીડા, મંડા, ગાય, કૂતરા, કાગડા અને માનવ આદિ ચેતનાવંત હોવાથી પોતાના જીવન-મરણ, સુખ કે દુઃખ આદિમાં સતર્ક રહે છે. રેલ ગાડીના પાટા પર કીડીઓ ફરતી હોય કે સર્ષ–ળીયા-કાનખજુરા આદિ ફરતા હોય અને તે જ સમયે, ગાડી આવવાને સમય થવાથી પાટા ધમધમ કરતા હોય ત્યારે તે જીવાત્માઓ કેઈને પૂછડ્યા વિના પણ ભયસંજ્ઞાથી પ્રેરિત થઈ પિતાની મેળે જ પ્રાણ બચાવવા માટે પાટા ઉપરથી નીચે ઉતરવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે રેલગાડીનું એન્જિન ચાહે લાખ મણ વજનને લઈ જતું હોય તે પણ સર્વથા જડ હેવાથી આગળના પાટા ઉખડી ગયા છે, જોખમ છે, છતાં બિચારા એન્જિનને કંઈ પણ ખબર પડતી નથી, કેમકે જડ હોવાથી તેને જ્ઞાન–અજ્ઞાન ઉપગ કે સંજ્ઞા આદિ કંઈ પણ છે જ નહીં, જેથી પોતાનો નિર્ણય પિતે કરી શકે. માટે જડ પદાર્થ માત્ર પુરુષ પ્રેરિત થઈને જ ગતિવંત બને છે. આ કારણે એ જિનમાં સ્વાભાવિકી ગતિ નથી પણ પ્રોગિકી. ગતિ છે, અને પ્રયાગ કરીને ચલાવનાર ડ્રાઈવર માનવ હોવાથી ચેતનવંત છે.
પ્રશ્નને સારાશ આ છે કે જીવાત્માને પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ છે. અજીવને પુણ્ય પાપાદિ નથી, તે પછી પૌગલિક પદાર્થોથી બીજા જીવનું ઉપદ્રવણ, તાડન, તર્જન, મારણ, પીડન, હનન, બંધન અને છેવટે પ્રાણ વિજન પણ થાય છે, યદ્યપિ પુગલના પ્રવેગ કરનારને તે જીવ હિંસા છે જ પરતુ જે પત્થરથી, લોખંડના ટૂકડાથી કે બીજા કોઈ પણ