________________
તક ૨૦ મું : ઉદ્દેશક–૩
૬૧૭ ઉપર્યુક્ત એકેય ભાવ હોઈ શકતું નથી. આ બધી વાતે દૈવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહી છે. બીજા દર્શનવાળા જે પુરુષ અને પ્રકૃતિને માને છે તેઓ આમ કહે છે કેપુરુષ સર્વથા નિર્દોષ, નિર્લેપ, અકર્તા અને કેવળ દ્રષ્ટા હેવાથી કંઈપણ કરતું નથી, જ્યારે સંસારની માયાના નાટકે જેમાં ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, પરણવાનું આદિની કિયાઓ રહેલી છે, તે બધી પ્રવૃતિ કરે છે જે સર્વથા જડ છે. પરંતુ ઉપરની માન્યતા તથ્ય પૂર્ણ એટલા માટે નથી કે પુરુષથી પ્રેરિત થયા વિના જડ પદાર્થ કંઈ પણ કરી શકતા નથી, ચેતના શક્તિ ગયા પછી મૃત શરીરને કંઈ પણ પ્રવૃત્તિ કરતાં કેઈએ જોયું છે ? શરીર અને આંખ-કાન-નાક-સ્પર્શ આદિ બધુંય પૂર્વવત્ હોવા છતાં પૂરો સંસાર એક અનુભવ કરી રહ્યો છે કે, જડ પ્રકૃતિ કેવળ સાધન છે જે પરતંત્ર હોય છે અને જીવાત્મા પોતે સ્વત ત્ર હોવાથી ક્રિયા માત્રને કર્તા છે. સાતે નારમાં ક્રિયા કરનાર આત્મા સર્વથા સ્વતંત્ર હોવાથી કર્તા છે, જેની પ્રેરણા વિના કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન કે અધિકરણાદિ સર્વથા નિષ્ક્રિય છે * બીજી વાત એ છે કે પ્રકૃતિને કર્તા માનીએ તે અઢારે પાપને પ્રકૃતિ કરે અને તેનાથી ઉપાર્જિત નરકાદિના દુઃખ (ફળ) પુરુષ આત્મા ભગવે તે શી રીતે બનવા પામશે ? અને કદાચ બને તે સસારની બધી વ્યવસ્થામાં ગોટાળા થયા વિના રહેશે નહીં, પરંતુ અનાદિ કાળથી ચાલ્યા આવતા સ સારના સંચાલનમાં કેઈએ પણ ગડબડ થએલી જોઈ નથી, જેવાતી નથી, અને જેવાશે પણ નહીં, આ કારણથી દિવ્ય જ્ઞાનના સ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે આત્મા પોતે જ કિયાઓને કરે છે, ભગવે છે, સંસારમાં રખડે