________________
૬૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૪) વિક–ઉપાર્જિત કર્મોને નાશક હોવાથી.
(૧૫) જગત-૮૪ લાખ જીવાનિમાં જેની ઉત્પત્તિ થઈ હોવાથી જગત કહેવાય છે.
(૧૬) સ્વયંભૂ-પોતાની મેળે જ ઉત્પાતાદિ ક્રિયા કરે છે.
(૧૭) અતરાત્મા–સમ્યગદર્શનવાળે હેવાથી શરીરને તથા આત્માને જુદો કરનાર છે.
આ પ્રમાણે જીવના અનેક પર્યાયે જાણવા. પુદગલાસ્તિકાયના પર્યાયે કેટલા?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! નીચે પ્રમાણે અનેક પર્યાથી પુદ્ગલાસ્તિકાય છે. જેમકે પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુઃપ્રદેશિક, યાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશિક સુધીના પર્યાયે જાણવા.
જે શતકે ૨૦ને ઉદ્દેશ આજે પૂર્ણ.