________________
૬૦૯
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
(૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડને ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થત હેવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે.
(૪) સર્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વાં આવ્યું નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે.
(૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાનો જીવ હેતે નથી.
(૬) ચેત-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે.
(૭) આત્મા–જ્ઞાનથી ય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે.
(૯) ૨ ગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે.
(૧૦) હિંડુક-ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનાર હાવાથી હિંડક કહેવાય છે.
(૧૧) પુદ્ગલ–પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે.
(૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) કર્તા-આઠે કર્મોને કારક હોય છે.