________________
૬૦૫
શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૨
“ઘાટ્ટર્ષ : ” આ વ્યુત્પત્તિને ચરિત્રાર્થ કરતે ધર્મ અષ્ટ પ્રવચન માતાની આરાધના સિવાય બીજો એકેય નથી.
અધમસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે?
જવાબમાં ભગવતે કહ્યું કે “અનેક શબ્દ છે.” તે આ પ્રમાણે અધર્મ–અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ યાવત મિથ્યાત્વશલ્ય, અષ્ટ પ્રવચન માતાને અભાવ આદિ અધર્મા સ્તિકાયના વાચક છે. ઉપરના સૂત્રમાં પ્રાણાતિપાદિને વિરમણ ધર્મ બતાવવામાં આવ્યા છે, જ્યારે આ સૂત્રમાં અઢારે પાપને ત્યાગ ન કરે તે અધર્મ છે. અષ્ટ પ્રવચન માતાનું પાલન જ ધર્મ છે, જ્યારે તેનું વિરાધન એકાંતે પાપ છે. આ પ્રમાણે ક્રોધાદિ પણ પાપ છે, જે પાપનું સેવન જીવમાત્રને દુર્ગતિ તરફ લઈ જનાર છે ત્યારે તેમને ત્યાગ જ માણસ જાતને ઉદ્ધાર કરે છે. માટે બધાય ધર્મોની (ધર્મ સબંધી) વ્યાખ્યાઓ એક જ રહી છે કે દુર્ગતિથી બચાવે તે ધર્મ છે. સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અપાવે તે ધર્મ છે, પરંતુ તેની સાર્થકતા ત્યારે જ થશે કે માનવ માત્ર પાપને ત્યાગ કરવાની ટ્રેનિંગ પિતાના જીવનમાં સૌથી પહેલાં ચાલુ કરે. જેમ જેમ તેના પાપના દ્વાર બંધ થતા જશે તેમ તેમ તેને આત્મા અહિંસક, સત્યવાદી, સદાચારી અને ભૌતિકવાદને ત્યાગી બનવા પામશે, જે સદ્ગતિદાયક અને છેવટે મોક્ષમાર્ગ તરફ આગળ વધવાનું કારણ બનશે. ”