________________
६०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રેયસ્કર છે. યદ્યપિ સંસારભરના બધાય કાર્યો કરતા મનને સંયમિત કરવાનું કામ અતિ કઠણ છે, તે પણ તે માટે ધીમે ધીમે અભ્યાસ કરતા રહીયે તે એક દિવસે આત્માની જીત થશે અને મનજીભાઈને પિતાને બધાય શસ્ત્રો નીચે મૂક્યા વિના ચાલવાનું નથી. - મનને ગમન કરવા માટે બે માર્ગ છે. એક છે પાપનો માર્ગ અને બીજો પુણ્યને માર્ગ છે. આ બંને માર્ગોમાથી તમારે નિર્ણય કરવાનું રહેશે કે મારે મારા મનને કયા રસ્તે લઈ જવું. જીવનના પ્રારંભમાં જ યદિ નિર્ણય કરવામાં ભૂલ કરી લીધી તે પછીથી મન તમારા હાથમાં આવવા માટે એટલા બધા તોફાન કરશે કે તમે ક્યાંયના પણ રહેશે નહિ. માટે ટૂંકી આ માનવ જીન્દગીમાં પણ નિરર્થક પાપોમાંથી બચીએ તે માટે સદાચાર માર્ગ, સન્માર્ગ તથા પુણ્યના મા જ પ્રયાણ કરવું કલ્યાણકારી છે. અન્યથા મનજીભાઈને માટે પાપમાર્ગ ઉઘાડે જ છે.
(૨૭) વયજુતી રૂવા-પાંચે ઈન્દ્રિમાં જીભ ઈન્દ્રિય વધારે ખતરનાક હોવાથી તેના પર સખત કંટ્રોલ કરે તે વચનગુપ્તિ ધર્મ છે.
(૨૮) વાયતી રૂવા–અને શરીરને, જે બધાય પાપે તું મૂળ સ્થાન છે, આધેય છે તેને જેમ બને તેમ સર્વથા ગુપ્ત રાખવુ તે કાયપ્તિ ધર્મ છે. આ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠને પ્રવચન માતા તરીકે કહી છે, જે યથાર્થ છે. માતાના અભાવમાં જેમ પુત્રની પ્રાપ્તિ નથી તેમ અષ્ટ પ્રવચન માતાની આરાધના અને હાલના કર્યા વિના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ નથી.