________________
६०२
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ વૈરવિરોધના કારણે જે સંસ્કાર પડ્યા હોય છે તેનાં કારણે ચાલવામાં, ખાવામાં, પીવામાં, સૂવા ઉઠવા-બેસવામાં ખ્યાલ રાખી શકાતું ન હોવાના કારણે જીવહત્યા કરવાની ભાવના ન હોવા છતાં પણ તેનાથી જીવહત્યા થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તે માટે અરિહ તદેવના શાસને
જીવ માત્રને પાપમાંથી બચાવવાને માટે ઈર્યાસમિતિની રોજના કરી છે. “ઈ” એટલે ગમન જેને કર્યા વિના જીવ માત્રને ચાલી શકે તેમ નથી, માટે “સમિતિ” અર્થાત્ ચાલવુ પડે, બેસવું પડે, સૂવું પડે કે ખાવું-પીવું પડે તે બધી આવશ્યક ક્રિયાઓને ઉપગપૂર્વક કરે. મારા ચાલવાથી પણ કે જીવની હત્યા ન થાય તે પ્રમાણે આ ઉપગ કરીને પછીથી પગ મૂકે તે જીવવિરાધનાથી બચી શકાય છે. માટે ઇસમિતિ ધર્મ છે.
ધર્મની આવશ્યકતા મુનિ તથા ગૃહસ્થને એકસમાન રહી છે, માટે જેમાં એક પૈસાની પણ આવશ્યકતા પડતી નથી, પરસે પાડવું પડતું નથી, તે ઈર્યાસમિતિ એટલે ઉપગપૂર્વક ચાલવું આદિ ધર્મ શા માટે ન આચર? જેમાં ચર્ચાની આવશ્યકતા નથી. વિતંડાવાદની કે તર્કવાદની પણ જરૂરત નથી, કેમકે સૌથી નિરાળે અને પવિત્રમાં પવિત્ર આ ધર્મ છે. સાધુ મુનિરાજે તે દિવસ કે રાતમાં ઈસમિતિપૂર્વક જ ચાલે છે અને વિવેક સમ્પન્ન, અહિંસાપ્રેમી ગૃહસ્થ પણ ઉપગપૂર્વક ચાલવાનો પ્રયત્ન કરે છે. યદ્યપિ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે આરંભ અને પરિગ્રહ કરવા પડશે તે પણ નિરર્થક જીવહત્યા ન થવા પામે અથવા ઉપગપૂર્વક ચાલતા યદિ અમુક જીવ બચી જતા હોય તે ગૃદુસ્થને પણ ઇર્યાસમિતિપૂર્વક ચાલવામાં હાનિ નથી પણ ફાયદો જ છે.