________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે છેડવાં ન જોઈએ માન્યું કે પુણ્યકર્મો પણ સોનાની બેડી જેવાં છે, તે પણ લોખડની બેડી કરતા તે કઈક સારાં જ છે. અને જ્યારે આત્માના અધ્યવસાયે શુભ, શુદ્ધ, અતિ શુદ્ધ બનવાની તૈયારીમાં હોય છે અથવા બની ગયા હોય છે ત્યારે તે શુભ કે અશુભ બને પ્રકારના આશ્ર ત્યાજ્ય જ બને છે.
(૬) સંવર તત્ત્વ: આશ્રવમાર્ગને બંધ કરવાની પ્રક્રિયાને સંવરતત્વ કહેવાય છે, જે આત્માની અભૂતપૂર્વ મોક્ષાભિલાષિણી પુરુષાર્થ–શક્તિને આભારી છે. “વૃદ્ધિ નૂરળી” અર્થાત્ પિતાનાં પૂર્વભવીય કર્મોના કારણે માણસની બુદ્ધિ અને પરિસ્થિતિનું સર્જન થવા છતાં પણ આત્મા જ્યારે અનિવૃત્ત અને અપૂર્વકરણમાં પ્રવેશ પામે છે ત્યારે નરક કે તિર્યંચ અવતારમાંથી અને તે ગતિના ખરાબમાં ખરાબ સંસ્કારેને લઈને માનવશરીર પામેલે હોવા છતાં પિતાના કર્મોને, બુદ્ધિને પરાસ્ત કરવા ભાગ્યશાળી બને છે, તથા કેવળ જ્ઞાન કે તીર્થકર પદને પણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. આઠે કર્મોમાં મેહકર્મને ઉપશમ સુલભ હોવાથી માનવ જે તે કરવા ચાહે તો કરી શકે છે. માટે પૂર્વ ભવનાં પાપોને કારણે માણસમા પાપબુદ્ધિ થાય છે, તે સમયે જૈનત્વને પામેલે ભાગ્યશાળી પિતાના આત્મપુરુષાર્થ વડે મેહબુદ્ધિ, ક્રોધબુદ્ધિ, માયાબુદ્ધિ કે કામબુદ્ધિને ઉપશમ કરી નિજ તત્ત્વ તરફ પ્રસ્થાન કરી શકે છે ધ્યાનમાં રાખવાનું છે કે જીવનમાં સર્વથા નિકાચિત કર્મોનું વેદન તે અનિવાર્ય હોવાના કારણે ત્યા બીજો વિકલ્પ પ્રાયઃ નથી; તે પણ માનવજીવનમાં બધા એ નિકાચિત કર્મો જ હોય છે તે માન્યતા ભ્રમપૂર્ણ છે. માટે ગમે તે ભવમાં ઉપાર્જિત મેંહફોધાદિના કુસંસ્કારને દબાવી દેવા