________________
શતક ૧૨ સુ' : ઉદ્દેશક-૧
ચૌય –મૈથુન અને પરિગ્રહરૂપ મોટા પાપો દ્રવ્ય પાપ છે અને ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, અભ્યાખ્યાન, પેશુન્ય, કલહ, પરપરિવાદ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વ-ભાવ પાપ છે જે આત્માના કટ્ટર વૈરી છે. આ બંને પાપે! કારણ વિશેષ વિના સદાને માટે પાપ જ છે. પાપી પેટ કે વ્યવહાર સંચાલનને ખાતર પણ દ્રવ્ય-પાપે અનિવાય હાવાથી સેવવા પડે છે, પરંતુ પાછળનાં તેર પાા નિરર્થક હાવાથી માનવજીવનમાં સૌ પ્રથમ ત્યાગવા લાયક છે. માટે જ તીર્થંકરાએ કહ્યું કે : “ સૌથી પહેલાં પાપાને ત્યાગવા માટે અને તેમને કંટ્રોલમા લેવા માટે અભ્યાસ કરવા જોઇએ. ”
r
''
( ૫ ) આશ્રવ તત્ત્વ : વર્ષાઋતુમાં વરસાદનું પાણી નદી નાળા દ્વારા સરોવરમા આવે છે, તેવી રીતે સ સારમા પુણ્ય અને પાપકમાં મન, વચન અને કાયારૂપી નળા દ્વારા માનવજીવનમા પ્રવેશ કરે છે. “ સાશ્રયતે-સવારીયતે રૂતિ યાત્રત્ર એટલે કે કર્મો અને કર્માની વણાએ જેનાથી ગ્રહણ થાય તે આશ્રવ છે, જે શુભ અને અશુભ હાય છે, મન વચન અને કાયાની સરળતા શુભ આશ્રવ છે અને વક્રતા અશુભ આશ્રવ પાંચ ઇન્દ્રિયેાને સયમિત રાખવી તે શુભ આશ્રવ, અને અસ યમિત રાખવી તે અશુભ આશ્રવ. ચારે કષાયાને નિય ત્રિત તે કરવા તે શુભ આશ્રવ, અને અનિયંત્રિત કરવા તે અશુભ આશ્રય. વ્રતમય જીવન રાખવુ તે શુભ આશ્રવ, વ્રત વિનાનુ જીવન રાખવું તે અશુભ આશ્રવ. આ આશ્રવ તત્ત્વ સૌને માટે સદા અને સથા ત્યાગ કરવા લાયક છે. છતા પણ જીવન વ્યવહારમાંથી જ્યાં સુધી વક્રતા, અસ યમ તથા પાપ ભાવનાએ કે પાપ ક્રિયાઓને દેશવટો આપવામા ન આવે ત્યા સુધી દાન, શિયળ, તપ અને પવિત્ર ભાવેા સાથે પુણ્યકાર્યાં પણ