________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
છતાં પરાધીનતાને લઈને ભૂખ-તરસ–ઠંડી-ગરમી સહન કરવી પડે. બ્રહ્મચર્યની ઈચ્છા ન હોવા છતાં તે પાળવું પડે, દેખાદેખી કે ખોરા ટોપરા જેવી દાનતથી પણ ઉપચારષ્ટિએ દાન આપવું પડે, અથવા ત્રાદ્ધિ, સમૃદ્ધિની લાલસાએ કઈક આપવું પડે ત સાધારણ પુણ્ય કહેવાય છે, જેનાથી બીજા ભવે પૈસે ટકે મળે, પણ જીવનમાં સમતા, મનમાં શાતિ, હૈયામાં ઠંડક, આખોમાં નિર્વિકારતા અને કલેજામાં સ્વચ્છતા મળતી નથી. માનવશરીર મળે છે પણ માનવતા, સજજનતા અને મહાજનતા નથી મળતી તે પછી આર્યદેશ, આર્યકુળ, આર્યભાષા કે જૈનત્વના સંસ્કાર ક્યાથી મળવાના હતા ?
(૨) વિશેષ પુણ્ય–સંસાર અને તેના વૈભવ-વિલાસ પાપ જ છે, એમ સમજીને સમ્યગુજ્ઞાનપૂર્વક પોતાના સ્વાધીન દ્રવ્યનું સત્કાર્યોમા–પવિત્ર કાર્યોમાં દાનપુણ્ય કરવાથી, યુવાવસ્થાની વિદ્યમાનતામાં જ વ્રત વિશેષથી શરીર, મન અને આત્માને પવિત્ર કરવાથી વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાય છે, જેનાથી ભવાંતરમાં આર્ય ખાનદાન અને જૈનત્વપૂર્વક જૈન ધર્મની આરાધના સુલભ બને છે. આધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનું જીવન મળે છે અને જીવનમાં ધાર્મિકતાની પ્રાપ્તિ સાથે શાતિ-સમાધિ અને વૈર્યની સુલભતા મળે છે. નવ પ્રકારે બંધાયેલું પુણ્ય ૪૨ પ્રકારના ઉત્તમ ફળને દેનારું બને છે.
(૪) પાપ તવ : પુણ્ય તત્ત્વથી સર્વથા વિપરીત પાપતત્વ કહેવાય છે. જે કિયાએ તથા માનસિક પરિણામેવડે આત્મા ભારે બને, દુઃખનું સવેદન થાય, દુર્ગતિ તરફ પ્રસ્થાન કરે અને જીવનને દુષિત કરે તે પાપ તત્ત્વ છે. “સામાન વાતથતિ વ નર વ્રત કથાપકતત પામુ ” હિસા–જૂઠ