________________
૫૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને એક દિવસે સારા સાધકનું પણ અધઃપતન કરાવવા માટે સમર્થ બને છે. - આ પાપ કેટલું ભયંકર છે તેને શાસ્ત્રની સાક્ષીથી જાણી લઈએ: (૧) વઢવો રેષા મુળવો વર (ભગ ૮૦)
રાજીમતિની એક સખીએ બીજી સખીને કહ્યું : “તને શું ખબર પડી? સાંભળ ત્યારે વરરાજા નેમિનાથમા યદ્યપિ બધાય ગણે છે. પણ ...પણ વરરાજા પોતે કાળીયારામ છે. બસ! આનું નામ જ પરપરિવાદ છે. જેના કારણે પ્રારભમાં સામેવાળાની સારી વાત કરી અને અંતમાં પણ છે પરંતુ શબ્દ લગાડીને ગોળને ગોબર કરી નાખવાની આદત પરપરિવાદકોમાં રહેલી હોવાથી તે બિચારાઓને ખબર પણ પડતી નથી કે મારા બોલવાથી કુટુંબમા, સમાજમાં કે સંઘમાં વિવાહની વરસી થઈ રહી હોય છે. (२) परपरिवादः प्रभूतजन समक्ष परदोष विकत्यनम् ।
(પ્રજ્ઞા. ૪૩૮) પાણીની ડેલમા તેલનું એક બુંદ પણ સમગ્ર પાણીને તેલીયુ કરી નાખે છે તેમ આ પ્રસ્તુત પર પરિવાદ નામને દોષ વ્યક્તિ માત્રને વિક્ષુબ્ધ કરવાને માટે સમર્થ હોય છે. જેના કારણે છેવટે પિતાની માવડીને માટે પણ બે ખરાબ શબ્દો બોલ્યા વિના તેમની જીભની અણજ મટતી નથી. રામલાલ છગનલાલને કહ્યું કે અલ્યા! તારી મા બહુ જ ધાર્મિક છે, સામાયિકસામાયિક અને સામાયિક કરતી જ રહે છે. ત્યારે છગનભાઈ કહે છે. હા, તારી વાત તો સાચી ! મારી મા જેવી મા કેઈને પણ મળવાની નથી. આ રીતે બીજાની સામે માવઠીના બધાય