________________
શતક ૨૦ મું ઉદ્દેશક–૨
૫૯૧ (3) ઃ વજનશદિર (ભગ. ૧૯૮)
વરુ દિર (પ્રજ્ઞા. ૪૩૮, જીવા. ૧૩૮)
ત્રણે આગમથી કલહ શબ્દનો અર્થ સ્પષ્ટ થાય છે કેરાડ પાડીને બેલવું, ઉતાવળમાં આવીને બોલવું, ઈર્ષાયુક્ત થઈને બેલવામાં ગરમી લાવવી જેનાથી ઠંડુ માથુ પણ ગરમ થઈ જાય, ઈત્યાદિમાં કલહ નામનું પાપ જ કામ કરી રહ્યું છે.
અનાદિકાળથી અનંત છે સાથે સામાન્ય કે વિશેષરૂપે, પ્રગટ કે અપ્રગટરૂપે પણ દ્વેષના નિયાણા બાંધેલા હોવાથી સામેવાળાની સાથે વાત કરવાને અવસર આવે કે તેની વાત ગમે ત્યા ચર્ચાય ત્યારે આપણે શબ્દોથી તડને ફડ કર્યા વિના રહેતા નથી. ઘણા માણસે પિતાના મઢે જ કહેતા ફરે છે કે
હું તો તડને ફડ કરનાર છું, કેઈની પણ શરમ રાખનાર નથી” આ સ્થિતિમાં જૈન શાસન હિતબુદ્ધિથી કહે છે કે
ભાઈ ! આ સંસાર તા નથી, તેનું સંચાલન કરવા તું અવતર્યો નથી, તેમજ સંસારના જીવોનું અધિપતિત્વ તારા હાથમાં નથી, માટે તડ કે ફડ કરવાનું છોડીને તું સમાધિસ્થા બન, કેમકે સંસારના જ પિતાના કર્મોને આધીન થઈને પોતપોતાનું નાટક રમી રહ્યાં છે તેમાં તું વિષ ઘેળીશમાં, આગ લગાડીશમા અને તડ ને ફડ કરીશમા. અને માની લઈએ કે તારા અજ્ઞાન અને મેહ દોષથી વ્યાપ્ત બનીને તું તડ ને ફડ કરશે તોયે સંસારનું કંઈ પણ બગડવાનું નથી. આજ સુધી ઘણાએ તડફડ કરી પણ અંતે તે રાખમાં મળીને નામ નિશાન વિનાના થઈ ગયા છે માટે તું તે થઈશમા.”
વાવ વિઠ્ઠઃ (ઉતરા. ૩૪૭) જીની સાથે શબ્દોને ઝઘડો કરાવનાર કલહ પાપ છે.