________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
૫૮૯ ( ३ ) अनभिव्यक्त क्रीवमान स्वरूपम प्रीतिमात्र उपः ।
(ભગ. ૮૦) ચેતન કે અચેતન પદાર્થ પ્રત્યે થતાં દ્વેષના મૂળમાં છુપાઈને ક્રોધ તથા માન પડેલા જ હોય છે, જે કારણે આપણી સામે અણગમતી (મેટર) વાત આવે છે ત્યારે આંતર જીવનમાં છુપાયેલા ક્રોધ પિતાના દાવપેચ રમવાની શરૂઆત કરે છે અને અભિમાનને સથવારે મળતા જાણે અગ્નિમાં ઘી હોમાયું હોય તેવી અવસ્થા જીવાત્માની થતાં આપણા
મેરેમમાં સામેવાળાનું કાટલું કાઢવા માટે આર્તધ્યાન થાય છે અને બે કાબૂ થયેલું આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતા કેઈની કે કેઈના ગુણઠ્ઠાણુઓની પણ શરમ રાખતું નથી. છઠું ગુણઠ્ઠાણું પ્રમત સંયમીનું છે. શુદ્ધ શ્રદ્ધા અને સંવેગપૂર્વક સંયમની આરાધના કરતા પણ બાહ્ય પૌદ્ગલિક પદાર્થને નિમિત મળે છે ત્યારે હઠ ફડક્યા વિના રહેતા નથી, તે સમયે સાધકની જ્ઞાનમાત્રા પર પડદે આવે છે અને દીક્ષા લેતા પહેલા માતાપિતા, તથા બહારના પૌગલિક પદાર્થોને સિરાવી દીધા પછી પણ પાતળું કપડું, પાતળી મલમલ અને બીજા પણ સારા પદાર્થો સાધકને દ્વેષમાં તાણુને પવિત્ર સમાધિમાંથી ચલિત કરી શકે છે. આ કારણે જ છટ્ઠે ગુણસ્થાનકે કષાની વિદ્યમાનતાને શાસ્ત્રકારોએ નિષેધી નથી. (४) अन्यथाऽवस्थिते हिवस्तुन्यन्यथा भाषण दोषः
(પ્રજ્ઞા. ૨૫૫) આત્મ પ્રદેશમાં જ્યારે શ્રેષપર્યાયનું પરિણમન થાય છે ત્યારે સામેવાળે બહુશ્રુત હોય, તપસ્વી હેય, સંયમમાં સ્થિર