________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
પ૭૯ (८) कोह विवेगेइ वा जाव मिच्छादसण सल्ल विवेगेईवाःકોઈને વિવેક કર યાવત્ માન, માયા, લોભ, રોગ, દ્વિપ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રતિ, અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ભાવ પાપને વિવેક એટલે ત્યાગ કર તે ધર્માસ્તિકાય અર્થાત્ ધર્મને પર્યાય છે, માટે ભાવપાપનો ત્યાગ જ ધર્મ છે.
ક્રોધનો ત્યાગ શી રીતે કરે?
વિવેક(ત્યાગ)ને બીજો અર્થ પૃથક્કરણ છે, માટે ક્રોધ કરતી સમયે વિચાર કરે કે ક્રોધ કરવાથી લાભ થશે કે હાનિ ? લાભ કદાચ થાય તે તે ચિરસ્થાયી છે કે ક્ષણસ્થાયી? ચિરસ્થાયી લાભ પણ આત્માને માટે કે વ્યવહારને માટે ? આત્માને માટે હોય તે તે સગતિદાયક છે કે દુર્ગતિદાયક? યદિ સગતિદાયક હોય તે તે એક ભવને માટે છે કે પરંપરાના ભવેને માટે ? યદિ આ ભવ પૂરતે જ લાભ હોય તે લાખના બાર હજાર કરતાં જેવું થશે કેમકે સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે ગિષ્ટ, મહાગિષ્ટ માણસ જેટ દુઃખી નથી તેના કરતા હજારો લાખ ગુણ વધારે ક્રોધાધ માણસ દુખી છે. અને જેને એક ભવ બગડશે તેના પરંપરાના ભાવે શી રીતે સુધરશે ? માટે ક્રોધ એ પાપ છે, મહાપાપ છે, ચંડાલ સમે છે અને તેને વિવેકપૂર્વક વિચાર કરી ત્યાગ કરે તે ધર્મ છે.
માનવના જીવનમાં અહંકારની માત્રાનું જોર વધારે હોય છે અને ક્રોધ તથા અહંકાર લંગટીયા મિત્રે છે કેમકે ક્રોધની ઉત્પતિ પ્રાયઃ કરી ગર્વ, અહંકાર, માન તથા મદને અધીન છે.