________________
૫૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમ તેમ અનિવાર્યરૂપે ક્રિયાઓ કરવા છતાં પણ તેઓ કઈ પણ જીવને કે પ્રાણને હણવાની ઈચ્છાવાળા હોતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, ભય, હાસ્યથી જૂઠ પણ બોલતા નથી. ન દીધેલું તૃણ માત્ર પણ લેતાં નથી. બ્રહ્મસ્થાનથી મનનુ ચાંચલ્ય વધે તેવાં મિથુન કર્મના સર્વથા ત્યાગી હોય છે. મૂછજનક પરિગ્રહનો અભાવ છે, કારણ હોય કે ન હોય તે પણ ક્રોધ કરતા નથી. આઠે મદના ત્યાગી હોવાથી તેમને માન કષાય નથી. સરળ સ્વભાવ કેળવેલે હેવાથી કેઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, કલહ નથી, પશુન્ય નથી, પરપરિવાદ નથી, માયા મૃષાવાદ નથી અને મિથ્યાત્વને પહેલાથી મારી દીધેલ છે.
બેશક ! બધાએ જી આટલી ઉચ્ચ કક્ષાના સંયત હેતા નથી તે પણ જેમનું મિથ્યાત્વ હણાઈ ગયું હશે તેઓ અમુક પદાર્થોમાં વિરતિવાળા અને બીજા પદાર્થોના સેવનમાં ઉપગવાળા હોય છે, માટે તેઓ પણ સંયત હોવાથી પ્રાણાતિપાતમાં હોતા નથી. કદાચ અનિવાર્યરૂપે કાઈક કરવું પડે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળને જેમ ખરી જતા વાર લાગતી નથી તેમ તે સાધક एवं अविह कम्मं रागदोससंमज्जि । आलोअतो अ निदतो खिप्प हणई सुसावओ ।। कयपावो वि मणुस्सो आलोइअ निदिअ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरिअ भरुव्व भारवहो ।।
આ પ્રમાણે આલેચના-નિંદના અને ગહ કરતે કર્મમુક્ત બને છે. આ આશયથી જ કહેવાયું છે કે સંયત જી