________________
પ૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩ કૃષ્ણ–નીલ અને કાપત નામે ત્રણ લેશ્યાએ તેમને હોય છે. કેઈ સમ્યગદષ્ટિ અને કઈ મિથ્યાદષ્ટિસંપન્ન હોય છે, પરંતુ મિશ્રદષ્ઠિત્વ તેમને નથી. કેમકે સાસ્વાદન સમ્યક્ત્વથી પતિતને બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થવાના સમયમાં અપર્યાપ્તિ અવસ્થામાં સમ્યગ કે મિથ્યાછિની સંભાવના છે, પણ મિદષ્ટિની સંભાવના નથી. મતિ, કૃતજ્ઞાન, શરીર અને વચન ચગી અને છે દિશાને આહાર કરનારા છે. તેમને ઈષ્ટ કે અનિષ્ટ રસ કે સ્પર્શીને વિષય કરનારૂં પ્રતિ સંવેદનનું જ્ઞાન હોતું નથી, તેમ છતાં તેઓ આહાર કરે છે, સ્પર્શ કરે છે પણ તે વિષયનું જ્ઞાન નથી હતું. આ રસ કે સ્પર્શ મને ગમે છે, આ નથી ગમતું, આવું તેમને નથી. આ પ્રમાણે ત્રણ અને ચાર ઈન્દ્રિય જીને પણ જાણવાં, વિશેષમાં બેઈન્દ્રિય જીને સ્પર્શ તથા રસ, ત્રણ ઇન્દ્રિય જીને સ્પર્શરસ અને થ્રાણ જ્યારે ચાર ઈન્દ્રિય જીવને સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ હોય છે. બે ઇન્દ્રિય જીની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની છે. ત્રીરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ દિવસની તથા ચતુરિન્દ્રિયની છ મહિનાની છે. જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની
જાણવી.
પચેન્દ્રિય જીવોને છ લેશ્યા, ત્રણ દષ્ટિ, મતિ-શ્રતઅવધિજ્ઞાન અને મનપર્યવજ્ઞાન નામે ચાર જ્ઞાન, જ્યારે અતીન્દ્રિયને કેવળજ્ઞાન પણ હોય છે. પંચેન્દ્રિય તિય સંજ્ઞી અને અસંસી બે પ્રકારે છે. સંજ્ઞીને મન હોવાથી ઈઝ અનિષ્ટને ખ્યાલ રહે છે અને મન વિનાના અસશીઓને “હું
* કર છું” આવી વિચારણા નથી. ' . .