________________
૫૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
છે અને પાપકર્મી જીવાત્માના કારણે ભૂમિનું હવામાન સૌને માટે પ્રતિકુળ બને છે. તમે પણ પુણ્યશાળી છે. પણ સમજે કે બપોરના સમયે તમારા પુણ્યમાં પંચર પડે અને બારી પાસે બેસવા છતાં તમને હવા મળતી નથી. મળે છે તે દુર્ગધ વાળી મળે છે, અને તમારા ઉઠયા પછી તે બારી પાસે બીજે માણસ બેસે છે અને હવા પણ શીતલ તથા સુંગધી થઈ જાય છે. આમાં શું કારણ હવામાં રહેલા વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ શાથી બદલાયા? કેણે બદલ્યા? ક્યારે બદલ્યા?આ પ્રશ્નોને ઉકેલ અનુભવ જ્ઞાનના માલિક જ ઉકેલી શકે છે. જ્યારે પુસ્તકના જ્ઞાની ગાથાઓને ફેરવી ફેરવીને થાક્યા પછી ઉકેલી શકતું નથી. આ કારણે સંડાસ સાફ કરનારી ભંગણને હજારે ગાળો ભાંડતા કહેશે કે ભ ગણ સમયસર કેમ આવતી નથી? પૈસે આપીએ છીએ ? આ પ્રમાણે એક સાધક દુર્ગધના કારણે પોતાના સંયમ યેગને આર્તધ્યાનમાં તાણીને પોતાના અશાતા વેદનીયના ખજાનાને વધારશે. જ્યારે અનુભવજ્ઞાની તે સમયે વિચારશે કે મારા હજારો પ્રિકારના પુણ્યકર્મની વચ્ચે ૨-૪ કલાક માટે પાપકર્મના મિશ્રણનો ઉદય છે. જેથી ભંગણ આવતી નથી. પિતાના આત્માને સમજાવતા કહેશે કે “આના કરતાં પણ ભયંકર દુર્ગધને અનુભવ મેં નરકમાં કર્યો છે તે મનુષ્યભવમાં મારા પાપના કારણે થડા સમય પૂરતી દુર્ગધથી મારા સંયમ યેગને હું શા માટે બગાડું ? આ પ્રમાણે સ્પર્શ–રસ અને વર્ણ સબંધી વિચારણામાં અનુભવી આત્મા પોતાના સંયમને વધે આવવા દેતા નથી, જ્યારે પુસ્તક પંડિતે વાતે વાતે સંયમ ગુણઠ્ઠાણાને દૂષિત કરશે. માટે શ્રીપાળ રાજાના રાસમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહ્યું કે –