________________
૫૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) સાચું બોલીએ તે ભૂખે મરવાના દિવસો જોવા પડે માટે પિલીટિલ (માયા–મૃષાવાદ) બનીને ઠાવકાઈથી જૂઠ ભાષા જ બોલવામાં મજા છે.
(૩) કંઈક સત્ય અને કંઈક જૂઠ એટલે કે દ્વિઅર્થી ભાષા બેલવી જેમાં સત્ય અને જૂઠ સમાયેલા હોય છે,
(૪) લૌકિક વ્યવહારમાં કરાતે ભાષાવ્યવહાર કર.
ઉપર પ્રમાણેના ચારે પ્રકારના માનવેનાં કારણે ભાષા પણ ચાર પ્રકારની છે અને કરણ પણ તેટલા જ જાણવા.
મન:કરણ, કષાયકરણ, સંજ્ઞાકરણ ચાર પ્રકારે છે સમુદ્ર ઘાત કરણના સાત પ્રકાર છે. લેણ્યાકરણ છ પ્રકારે, વેદકરણ ત્રણ પ્રકારે, પ્રાણાતિપાત કરણ પાંચ પ્રકારે છે, જે એચિંદિયા બેદિયા, તેઈદિયા, ચઉચિંદિયા અને પંચિદિયા આ પાંચે પ્રકારના જીને અભિહ્ય, વત્તિઓ, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, ઉવિયા, પરિયાવિયા, કિલામિયા, ઠાણાએ ઠાણું સંકામિયા અને જીવિયાએ વવવિઆ. આ દશ પ્રકારે પ્રાણાતિપાત (હત્યા) થાય છે. પુદગલકરણ કેટલા પ્રકારે છે?
ભગવતે વર્ણ–ગંધ-રસ–સ્પર્શ અને સ સ્થાન ભેદ વડે પગલકરણ પાંચ પ્રકારે કહ્યું છે. અજીવ હોવાના કારણે પુદ્ગલે જડ હોવા છતાં પણ વર્ણાદિમા ફેરફાર થતે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. પરમાણુમાં એક વર્ણ—ગંધ–રસ અને બે સ્પર્શ હોવાથી તે કોઈ પણ જીવન ભેગમાં ઉપયુક્ત થત નથી તે કારણે જીના પુણ્ય-પાપને આધીન થઈને પરમાણુ