________________
૫૫૬
શ્રી ભગવતી સૂત્રસાર સંગ્રહ ભા. ૩ હોવાથી તે શરીર જ તેમને માટે શેષ છે. પાપ કર્મોની ચરમસીમા ભેગવવાને માટે ઔદારિક શરીર પર્યાપ્ત હતું નથી, માટે તેમને વૈકિય શરીર જ રચવાનું રહે છે, જે કાપ્યા પછી, ભાગ્યા પછી, છોલાયા પછી પણ પારાની જેમ ફરીથી સંધાઈ જાય છે. જ્યારે પુણ્ય કર્મોની વિપુલતા દેવને ભેગવવાની છે માટે ઔરિક શરીરમાં અવશ્ય થવા વાળી હાનિ–વૃદ્ધિ-શક્તિઅશક્તિ રહેલી હોવાથી પુણ્ય કર્મના ભગવટામાં તે બાધક બનવા પામે છે, જેમકે સાગરોપમના આયુષ્યવાળા દેવેન્દ્રને પપમની કે બે પલ્યોપમની આયુષ્ય મર્યાદાવાળી દેવીઓની સ ખ્યા તમે ગણી શકે છે? ક્યારેય ગણત્રી માંડી છે, ૧૦ કેડીકેડી પાપમને એક સાગરોપમ હોય છે. આ હિસાબે એક ઈન્દ્રને જેની સંખ્યા નથી તેટલી દેવીઓને પોતાનાં ભેગમાં લીધા વિના છુટકે નથી. તેવી સ્થિતિમાં તેમને ઔદારિક શરીર હોય તે ઈન્દ્ર મહારાજની કઈ દશા થાય? સારાંશ કે મનુષ્યના એકવારના વીર્ય ક્ષયમાં ગ્લાનિ–સ્લાનિ અને લમણે હાથ દઈને બેસવા જેવી દશા થાય છે જે ઔદારિક શરીરને આભારી છે, માટે જ દેને વૈકિય શરીર હોય છે તેથી લાખે-કડે કે અબજે દેવીઓને ભેગવવા છતાં પણ તેમનાં શરીરે થાક નથી, ગ્લાનિ નથી, ગ્લાનિ નથી, અને લમણે હાથ દઈને બેસવા જેવી સ્થિતિ નથી. - તિર્યંચ અને મનુષ્યોને તૈજસ-કાર્પણ અને ઔદારિક શરીર હોય છે, માટે તેમને ત્રણ કરણ કહ્યાં છે. છટ્ઠ ગુણસ્થાનકે ચતુર્દશ પૂર્વધારીને આહારક શરીર પણ હોય છે, માટે તેમને આ કરણ વધારાનું સમજવું. ઇન્દ્રિય કરણ કેટલા પ્રકારે છે?
ભગવંતે પાંચ પ્રકાર કહ્યાં છે. ઈન્દ્રિય પર્યાપ્તિ વડે