________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧ પરમાત્મા ચાતુર્માસાન્તર અન્યત્ર વિહાર કરી ગયા.
પાતિક સૂત્રમાં વર્ણવેલી ઉપમાઓને ધારણ કરતી તે શ્રાવસ્તી નગરીમા એક દિવસ ભગવાન મહાવીરસ્વામી ચતુવિધ સંઘ સાથે વિહાર કરતા પધાર્યા, જેમના ચરણોની સેવામાં દેવો તથા મનુષ્યો ઉપસ્થિત હતા.
(૧) દિવ્ય કામ-વિલાસ, સુગંધી જળની ભરેલી વાવડીઓ, વિમાનો અને પૌલિક સુખ પાત્પાદક, પાપવર્ધક અને પાપ પરંપરક સમજીને સમ્યગજ્ઞાનપૂર્વક તેમની મેહમાયાને યથાશક્તિ અમુક સમય સુધી ત્યાગ કરીને દેવ સમૂહ સદૈવ તત્પર હતે.
(૨) ઘાતી કર્મણુના અશ માત્રથી પણ સર્વથા રહિત બનેલા માટે કૃતકૃત્ય થયેલા કેવળજ્ઞાની મુનિઓ અને સાધ્વીજીઓ પણ સાથે હતા.
(૩) કેવળજ્ઞાનની ચરમ સીમા સુધી પહોચી ગયેલા ચાર જ્ઞાનના, ત્રણ જ્ઞાનના ધારકે, શ્રુતકેવળી મુનિઓ, મહામુનિઓ, મહાયોગીઓ અને મહાતપસ્વીઓ પણ તીર્થંકરદેવની સેવામાં હતા.
(૪) વિભવ વિલાસેથી પૂર્ણરૂપે કંટાળી ગયેલા માટે સ સારરૂપ દાવાનલથી તપ્ત થયેલા મેક્ષાભિલાષી ગૃહસ્થાશ્રમીઓ પણ હાજર હતા
(૫) પહેલે ગુણસ્થાનકે રહેલાઓ પણ જેઓ ભદ્રિક, સરળ નિરભિમાની અને સમ્યજ્ઞાનને પ્રકાશ મેળવવા ઈકે હતાં, તે પણ પરમાત્માની સેવામાં મોજૂદ હતા.