________________
શતક ૧૯ મું ઉદ્દેશક-૮
૫૪૫ પ્રાયઃ ઘાતિ જાણવા, જેનાં કારણે જીવની બધીએ શક્તિઓ આવૃત થાય છે, અને બીજા અધાતિ કર્મ છે, જે આત્માની અમુક શક્તિઓને અવરોધે છે જેનું વિસ્તૃત વર્ણન પહેલા તથા બીજા ભાગમાં વર્ણવાઈ ગયું છે.
મતિજ્ઞાનાવરણીયાદિ યાવત અંતરાય કર્મ નિત્કૃતિની ઉત્તર પ્રવૃતિઓ કર્મ ગ્રંથાદિથી જાણી લેવી. આજના ઉપાર્જન કરેલા કામે પોતાના જઘન્ય કે ઉત્કૃષ્ટ અબાધા કાળની મર્યાદા સુધી, સૂતેલા અજગરની જેમ પિતાની અસર બતાવી શકતા નથી, ત્યારપછી તે કર્મો ચલાયમાન થવાની તૈયારી કરીને ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે અને જીવ માત્રને સુખ–દુખ ભેગવવામાં કારણ બને છે.
- નારકને પણ આઠે કર્મોની નિવૃતિ અને પુનઃ બંધન કહ્યું છે, જે વૈમાનિક સુધીના બધાએ દંડકમાં જાણવી. શરીર નિવૃતિ કેટલા પ્રકારે છે?
ભગવંતે કહ્યું કે, જે કર્મોના કારણે જીવ પોતાના સુખદુઃખ ભેગવવાને માટે શરીરની રચના કરે છે તે શરીર નિર્વેતિ કહેવાય છે. કેમકે શરીરના માધ્યમ વિના કેઈપણ
જીવાત્મા પુણ્ય પાપના ફળોને ભેગવી શકતો નથી, માટે શરીરનું ગ્રહણ કરવું અત્યાવશ્યક છે. વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર વિનાનો જીવ ગમે તેટલા ધમપછાડા કરે તે પણ સીપાઈઓના હાથમાં સપડાયેલા શરીરધારીની જેમ કર્મોની બેડીમાં ફસામેલા જીવને છેવટે ચોથા સમયમાં પણ સ્થળ શરીર ધાર્યા વિના છૂટકે નથી. ઘાતિ કર્મોની કાતિલ અસર
જ્યાં સુધી જીવને છે ત્યા સુધી કાર્પણ શરીર. (સૂક્ષ્મ શરીર) બીજા શરીરનું મૂળ કારણ બને છે, પરંતુ તેમને નાશ થાય