________________
૫૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ આનુપૂવ કર્મ તેને પકડી પાડે છે અને જીવાત્માને તે ગતિ તરફ લઈ જઈને જ્યાં જમવાનું છે ત્યા પટકી પાડે છે. આ વિષયમાં જીવ સર્વથા પરાધીન છે, શક્તિહીન છે અને કમેની સત્તા ખૂબ શક્ત હોવાથી જીવનું કંઈપણ ચાલી શકતું નથી.
જીવ નિવૃતિનું પ્રકરણ ઠેઠ વૈમાનિક દેવે સુધી જાણવું. વિશેષમાં તેમના પણ બે ભેદ છે જે પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ વૈમાનિક અને અપર્યાપ્ત સિદ્ધ વૈમાનિક. હે પ્રભે ! કર્મ નિર્વત્તિ કેટલા પ્રકારની છે?
જવાબમાં ભગવતે, જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ અંતરાય કર્મ નિર્વત્તિ આ પ્રમાણે આઠ પ્રકારે કહી છે.
- ભૂતકાળના સ ખ્યાત, અસંખ્યાત ભવના કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશમાં અનંતવર્ગણરૂપે પડ્યા જ છે. જેનાથી આ ચાલુ ભવમા પણ તેવા પ્રકારના સંસ્કારે, પરિ સ્થિતિઓ, ખાનપાન, મિત્ર વર્ગ, પાડોશી વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે અને તેના કારણે તેવા પ્રકારની અશુભ ચેષ્ટા, સ સ્કાર, દુરાચારી માતાપિતા, મિત્ર અને પડેલીઓના કારણે જીવને રાગદ્વેષની માયામાં અનિચ્છાએ પણ સપડાયા વિના ચાલતુ નથી મધના વાટકામાં પડેલી માખીને મર્યા વિના જેમ બીજે રસ્તે નથી તેમ કેઈક સમયે સ સ્કારિત આત્માને પણ રાગદ્વેષની માયા જાળમાં ફ્રાઈ ફરીથી નવા કમેં બાંધ્યા વિના ચાલે તેમ નથી. આ ચાલુ પ્રકરણમાં ચાલુ ભવના બંધાતા કર્મોની નિવૃત્તિ-નિષ્પતિ લેવાની છે. મેહ કર્મને તીવ્રતમ રસમાં લીન બનીને જે કર્મો બંધાય છે તે