________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–પ નારકો શું ચરમ છે? કે પરમ છે? - ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો! નારકે શું ચરમ છે કે પરમ છે? અહીં ચરમ અલ્પ આયુષ્યવાળા નારકો અને પરમ એટલે દીર્ઘ આયુષ્યવાળા નારકે જાણવાં. જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નારકે ચરમ અને પરમ પણ છે.
ફરીથી ગૌતમસ્વામીએ પૂછયું કે અલ્પ આયુષ્યવાળા નારકે કરતાં દીર્ઘ આયુષ્યવાળા (પરમ) નારકે શુ મહા કર્મવાળા, મહાકિયાવાળા, મહાઆવવાળા અને મહાવેદનાવાળા છે? અને દીર્ઘ ઉમ્રવાળા નારથી અલ્પ આયુષ્યવાળા નારકે શુ અલ્પ કર્મવાળા, અ૫ કિયાવાળા, અ૯૫ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા હોય છે?
જવાબમાં ભગવંતે બહા' કહી છે. અર્થાત્ પ્રશ્ન પ્રમાણે જ ઉત્તર સમજ.
કારણમાં કહેવાયું છે કે કર્મોની સ્થિતિની અપેક્ષાએ આ વાત છે, અર્થાત્ અલ્પ આયુષ્યવાળા નારકેની નરક સ્થિતિ હવે બહુ ઓછી રહી છે અને તે પહેલાં ઘણું ઘણું કર્મો, વેદનાઓ વગેરે ભેગવાઈ ગયેલા હોવાથી તેઓ અલ્પ કર્મ વાળા, અપ ક્રિયાવાળા, અલ્પ આશ્રવવાળા અને અલ્પ વેદનાવાળા કહેવાયા છે. જ્યારે દીર્ઘ આયુષ્યવાળા પરમ નારકેની કર્મ સ્થિતિ ઘણું દીર્ઘ હોવાથી તેમને કર્મો પણ ભેગવવાના ઘણા શેષ છે. માટે તેઓ મહાકર્મી, મહાફિયાવંત, મહાશ્રવી અને મહાદનાવાળા હેય છે.