________________
પ૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીકાયાદિમાં શરીરની વિશાળતા
હે પ્રભો ! પૃથ્વીકાયિક જીવનું શરીર કેટલું વિશાળ છે? જવાબમાં ભગવતે કહ્યું કે અનંત સૂફમ વનસ્પતિકાયનાં શરીર પ્રમાણમાં કેવળ એક સૂક્ષ્મ વાયુકાયિક હોય છે. સારાંશ કે સૂમ વનસ્પતિકાયના અનંત જીવોનું જે શરીર પ્રમાણ હોય છે તેટલા પ્રમાણમાં સૂક્ષ્મ વાયુકાયને એક જીવના શરીરનું પ્રમાણ છે. આગળ આ પ્રમાણે જાણવું
અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિકેના શરીર પ્રમાણમાં સૂક્ષ્મ તેજસ્કાયનું શરીર પ્રમાણ છે
અસંખ્યાત સૂક્ષ્મ તેજસ્કાય જીના પ્રમાણમાં એક સૂફમ અપૂકાય જીવનું શરીર છે તથા સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર પણ જાણવું.
અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયના શરીર પ્રમાણમાં એક બાદર વાયુકાના જીવનું શરીર પ્રમાણ છે.
અસંખ્યાત બાદર વાયુકાય જીનાં શરીર પ્રમાણમાં એક બાદર તેજસ્કાયનું શરીર પ્રમાણે છે.
અસંખ્યાત બાદર તેજસ્કાયના પ્રમાણમાં એક બાદર અપૂકાયનું પ્રમાણ છે.
અસંખ્યાત બાદર અપૂકાયના પ્રમાણમાં એક બાદર પૃથ્વી કાયતુ શરીર જાણવું.
હે ગૌતમ! પૃથ્વીકાયનું શરીર ઉપર પ્રમાણે જાણવું.