________________
શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૩
પર૫ યથાર્થ જ્ઞાનના સાગર ભગવંતે જવાબમાં કહ્યું કે, હે ગૌતમ! તારે પ્રશ્ન ઠીક નથી. કેમકે પૃથ્વીકાયિકે બધાએ પૃથ-પૃથક આહાર કરવાવાળા અને તેનું પરિણમન કરનારા હેય છે તેથી તેઓ ભેગા મળીને નહીં પણ પિતાનું શરીર જુદુ જુદુ બાંધે છે.
લેશ્યાએ તેમને કૃષ્ણ–નીલ-કાપિત અને તેજ નામે ચાર વેશ્યા હોય છે.
દષ્ટિમાં તેઓ મિથ્યાદષ્ટિવાળા જ હોય છે. સમ્યફ કે મિશ્રદષ્ટિ તેમને નથી હોતી કેમકે આ બંને પંચેન્દ્રિને હોય છે.
જ્ઞાનકારમાં પૃથ્વી કાયિકે મિથ્યાષ્ટિ હેવાથી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનવાળા નથી હોતા પણ મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે.
ગદ્વારમાં તેઓ કેવળ કાયાગના જ માલિક હોય છે, કેમકે મગ કેવળ સંજ્ઞી પંચેન્દ્રિાને તથા વચનગ બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં હોય છે, તે માટે નિકૃષ્ટ પાપકમ પૃથ્વીકાયિકોને (એકેન્દ્રિયને) કેવળ કાયાગ જ હોય છે.
ઉપગદ્વાર -સાકારોગ (જ્ઞાન) અને નિરાકારપગ (દર્શન) આ બને ઉપયગો પૃથ્વીકાયિકને હોય છે. કેમકે જીવમાત્રનું લક્ષણ જ જ્ઞાનદર્શન છે, જે પોતાના લક્ષ્યને કેઈ કાળે પણ છેડતું નથી. યદ્યપિ એકેન્દ્રિયેનું જ્ઞાન સર્વથા અસ્પષ્ટ છે, અભાવ નથી. યદિ જીવમાં જ્ઞાનને અભાવ માનવામાં આવે તે જીવ અને અજીવમા ફરક રહેતું નથી, માટે તેમને પણ ઉપચાગ માન્ય છે.