________________
૫૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ઉપર પ્રમાણેના પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે મળી બાર વતેને ભગવંત પાસે ઉશ્ચર્યા, પાન્યા. અને મહાવિદેહમાં જન્મીને દીક્ષિત થઈ નિર્વાણપદ પામશે. હર્િથses.
શતક ૧૮ને ઉદેશે દસમો પૂર્ણ. ન
સમાપ્તિ વન બાલ્યવયથી સંયમી બનીને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના કરી, તથા ઘણા ભાગ્યશાળીઓને કરાવી તે ઉપરિયાળા તીર્થોદ્ધારક, પાલીતાણ ગુરૂકુળના સ્થાપક, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના અ તેવાસી, લેખન, વકતૃત્વ, સંગીત અને ચર્ચા આદિમાં સિદ્ધહસ્ત, અહિંસા, ધર્મના સફળ પ્રચારક, સિધ જેવા હિંસક દેશમાં પ્રાણના જોખમે પણ દેવીઓને અપાતા બલિદાનમાથી સેંકડે હજારે મૂક પ્રાણીઓને અભયદાન અપાવનારા, શાસન દીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબના શિષ્ય ન્યાયકાવ્ય અને વ્યાકરણ તીર્થ, પન્યાસ પદ વિભૂષિત, ગણિવર્ય શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમાર શ્રમણ) મહારાજે પોતાના સ્વાધ્યાયને માટે, ભવ ભવાતરમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અર્થે ભગવતી સૂત્ર સાર સ ગ્રહના ત્રીજા ભાગમાં ૧૮મુ શતક પૂર્ણ કર્યું છે.
૨૦૩૪, શ્રાવણ પૂર્ણિમા " शुभं भूयात् सर्वेषा जीवानाम सर्वे जीवा जैनत्व प्राप्नुयूः " શતક ૧૮ મું પૂર્ણ