________________
શતક ૧૮મું ઉદ્દેશક-૧૦
૫૦૯ગમવાપણાના કે ન ગમવાપણાના અનાદિકાળના કુસંસ્કાર ધીમે ધીમે નાબુદ થતાં રાગ-દ્વેષ પણ ઓછા થશે અને જીવને સમતાભાવની પ્રાપ્તિ થશે, જે કઈ કાળે પણ થઈ નથી, કેમકે મિથ્યાત્વના કારણે ફોધાદિ કષાયો ભડકે છે જ્યારે સમ્યક્ત્વથી કોધ કષાયનું ઉપશમન થાય છે આનું નામ જ સામાયિક છે.
સંસારને કેઈ પણ જડ પદાર્થ કોઈને પણ રાગ-દ્વેષ કરાવવામાં ક્ષમતાવાળો નથી પરંતુ તેમના પ્રત્યે બગડેલું મન જ માનવને ફોધી બનાવે છે, માની અને માયાવી બનાવે છે અને છેવટે લેભ નામના રાક્ષસના મેઢામાં ધકેલી મારે છે. માટે અરિહં તેનો ધર્મ પ્રાપ્ત કર્યા પછી મારે હવે આ માગે જવું નથી અને કેઈ પણ પદાર્થ મને કોપી કરે તે પહેલા. સમજી બુઝીને હું પોતે જ પ્રસંગને ટાળી દેવા માટે પ્રયત્ન કરીશ છેવટે સશે નહીં તે પણ બે ઘડી (૪૮ મિનિટ ) માટેના સંસારના પ્રત્યેક ભાવને છોડી દેવાની ટ્રેનિગ આજથી સ્વીકારું છું. તે આ પ્રમાણે –
(૧) બે ઘડીને માટે હું કેઈને પતિ નથી, શેઠ નથી. ધણું નથી, પણ શુદ્ધ, નિર જન, નિરાકાર પરમામ સ્વરૂપ છું, માટે દશ મનના, દશ વચનના અને બાર કાયાના દોષોમાંથી એક પણ દોષ લાગવા ન પામે તે માટે હું જાગૃત બનું છું.
(૨) સ્પર્શેન્દ્રિયથી સ્પર્શેલા, રસનેન્દ્રિયથી ચાખેલા કે ખાધેલા, નાકથી સુંઘેલા, આંખથી જોયેલા અને કાનથી સાંભ ળેલા તમામ ભોગેના ભેગવટાને હું ૪૮ મિનિટ સુધી સ્મૃતિમાં આવવા દઈશ નહી. કેમકે માનવના જીવનને બગાડનારી અને બહુ જ મુશ્કેલીથી અપવર્તનીય બને તેવી સ્મૃતિ છે, જે આત્મીય રોગ છે.
(૩) વધારે પડતી ચંચળ આંખ, કાન અને જીભને હું ૪૮ મિનિટ સુધી મૌન આપું છું એટલે કે ગમે તેવી સ્થિતિ