________________
શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦
૫૧૧ (૪) અતિથિ સંવિભાગ-શિક્ષાવ્રત :
જૈન ધર્મ ત્યાગ પ્રધાન હોવાથી આ વ્રતને છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે, કેમકે ત્યાગધર્મ સૌના ભાગ્યમાં નથી હોત અને સામિલ દ્વિજે ચડતે પરિણામે આ વ્રત પણ, સ્વીકારી લીધું.
માનવને જ્યાં સુધી પોતાની પાસેના પરિગ્રહને ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તેને ધર્મને રંગ “ચેલ મજિ િબનતે નથી ”
સંસારના ઘણા માનવને આપણે જાણીએ છીએ કે ધર્મની ચર્ચા કરવામાં, બીજાને સારી સલાહ દેવામાં, દાન ધર્મની વ્યાખ્યા સમજાવવામાં, સમાજના ઉત્કર્ષની ચર્ચા કરવામાં. શાસનોન્નતિની વાત કરવામાં, કેણ સુગુરુ કે કુગુરુ કેના શિષ્ય સારા અને કેના ખોટા, ઈત્યાદિક ચર્ચાઓ કરવામાં એટલા બધા હેશિયાર પિલીટીકલ અને ચાવી ચાવીને કે મૂછમાં હસતા હસતા વાત કરતા હોય છે કે ન પૂછે વાત પરંતુ થોડીવાર પછી તેમનાં આતર જીવનની પરીક્ષા કરવી હોય તે અચુક યોજના માટે પૈસાની માગણી કરી જૂઓ અને પછી તેમની સરસ્વતી પણ સાભળવાને માટે ટાઈમ લેશે તે તે સમયે તમને થશે કે આવા નર રનોને પણ જન્મ દેનારી માવડીઓ દુનિયામાં વિદ્યમાન છે
હવે આપણે મૂળ વાત પર આવીએ. જૈન ધર્મને મૂળ પાયે ત્યાગ છે તે વિના બાહ્ય કે આત્યંતર આરાધના નામની કઈ વસ્તુ નથી. ચાહે અંતકૃત કેવળી હોય કે, ૨૦-૨૫ ભવ પછી કેવળજ્ઞાન મેળવનાર હોય તે સૌને સર્વસ્વ ત્યાગ કર્યા વિના છુટકે નથી, ચારિત્ર–સંયમ કે તપને સત્યાર્થ જ ત્યાગ છે, કેમકે બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગ વિના જેમ ભાવચારિત્રની પ્રાપ્તિ સર્વથા અશક્ય છે, તેમ મન