________________
૫૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્જાય તે પણ સ્થાપનાજી સિવાય બીજા કેઈને જોઈશ નહી, કેઈની વાત સાંભળીશ નહી અને બેલીશ નહી ઉપર પ્રમાણે તે
મિલ સામાયિક વ્રત દ્વારા પોતાના આત્માને શિક્ષિત કરતે ગયા. (૨) દેશાવગાસિક શિક્ષાવત :
સ સારને મોહરૂપી ઝેર ચડાવવાથી ચડે છે અને ઉતારવાથી ઉતરે છે. તેમ સમજીને જ્યારે પણ તે સોમિલ દુકાનવ્યાપાર અને વ્યવહારથી છુટા પડે છે ત્યારે સામાયિકેની સંખ્યામાં વધારે કરવાની ટ્રેનિંગ લે છે અને સામાન નતિયા વાર દિવસમાં જેમ વધારે બને તેમ સામાયિકે કરે છે. કેમકે સંસારના ઓટલા કલબો, ગપ્પી મિત્રો, ગંદા વિચારના માનવો, જુઠા બેલા માનવ અને મેહ માયાની સ્મૃતિ અપાવનારા માણસે આપણા આત્માના દુશ્મનો સમજવા, અને પંચમહાવ્રતધારી ગુરુદેવ, જિનમદિરે, ધમી પુરુષનો સહવાસ પરમ મિત્ર છે. (૩) પૌષધવત :
સમિલ સમજતે થયે કે મુનિધર્મનું આચરણ કરવા માટે પૌષધવ્રત અનિવાર્ય છે. કેમકે આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સજ્ઞાને કાબૂમાં આવતા શેષ રહેલી સંજ્ઞાઓ પણ ' નિર્મૂળ થતા વાર લાગતી નથી શરીર શણગાર મેહરાજાને
ભડકાવનાર હોવાથી પૌષધમાં તેને ત્યાગ જરૂરી છે તેવી રીતે - ૨૪ કલાકમાં મૈથુન કર્મના સંસ્કારને કાબૂમાં લેવા માટે પૌષધ સિવાય બીજો માર્ગ નથી કેમકે જે ઘરમાં રહેતા હોઈએ તેની એક એક વસ્તુ આપણને આર્તધ્યાન કે શૈદ્રધ્યાનમાં ખેંચી જવા માટે સમર્થ છે, તથા મન–વચન અને કાયાના વ્યાપાર - પણ પૌષધથી મર્યાદિત થાય છે આ કારણે પર્વ દિવસમાં પૌષધ લઈને પોતાના આત્માને ધર્મના ૨ ગથી ભાવિત કરતે તે મિલ આધ્યાત્મિકતામાં આગળને આગળ વધતે ગયે.