________________
ચાતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦
૫૦૭ (૫) બીભત્સ અને દુરાચારોત્પાદક અને વર્ધક સાહિત્ય -નવલકથા, નાટક, ખેલ તમાસા કે ભાંડ ચેષ્ટા આદિ પણ મારા -જીવનને બરબાદ કરાવનારા હોવાથી તેને ત્યાગ કરૂં છું.
(૬) રાજકથા. દેશકથા, ભેજનકથા કે સ્ત્રી કથા પ્રત્યેક સાધકને માટે નાશક તત્વ હોવાથી હું પણ તેને કંટ્રોલમાં કરવા માટે તેવા માણસોને સહવાસ હમેશાને માટે છોડી દઈશ.
(૭) બીજા ને મારી મોહિની લગાડવા માટે હાથ. પગ, જીભ, આંખ કે મેઢાના ચાળા, અસભ્યતા વગેરે દુરાચારને વધારનારા હોવાથી ત્યાગ કરીશ.
(૮) અસંબદ્ધ, અસભ્ય, હિંસક વ્યવહાર તથા ખોટા પ્રલાપ કરવાની આદત કંટેલમાં લઈશ.
(૯) મારા પ્રસાદ વડે કેઈની પણ આંગળી વગેરે કપાઈ જાય તે માટે ચપુ, કાતર, કુહાડી આદિ શસ્ત્રોને ગમે ત્યાં પણ રાખીશ નહી અથવા ઉપગમાં ન આવે તેવી રીતે મૂકીશ. _ (૧૦) ભેગવૃત્તિ ભડકે બળે તેવા પ્રકારના આહારવિહારને છોડી દેવા માટે જ પ્રયત્ન કરીશ. સોમિલે ત્રણે ગુણત્રોને પણ સ્વીકાર્યા છે, અને તેમ કરીને ઘણું ઘણું નિરર્થક કે સાર્થક પાપમાંથી પોતાના આત્માને બચાવ્યો છે. શિક્ષાવત :
અનાદિકાળથી જીવાત્માને, કામ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ અને દ્વેષના સંસ્કારનું શિક્ષણ વિના માંગે અનિચ્છાએ કે ઈરછાએ પણ મળતું રહ્યું છે, જેના કારણે -યુવાવસ્થાના ઉન્માદો જેમ જેમ વધતા ગયા તેમ તેમ સ સારના સ્ટેજ પર બેફામ થઈને વર્તવાનું, બોલવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું આદિ સરળ થઈ પડ્યું છે. પરંતુ સમ્યગ્રજ્ઞાન કે ચારિત્રના પવિત્ર એટલે અહિંસક સંસ્કારે તેને