________________
૫૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય, કેમકે ૭૦ કેડાડી સાગરોપમની સ્થિતિવાળા મેહ કર્મના સૈનિકેની ચારે બાજુથી ઘેરાયેલા આત્માને કયા ભરના સંસ્કાર, વિલાસે, પાપ, પાપ ભાવનાઓ ક્રોધ-માન-માયા અને લેભ આદિ આપણી સામે ક્યારે ? કેવી રીતે ? કથા નિમિતે ? આવશે તેની જાણકારી કોઈને પણ હોતી નઈ . આ ભવના સરળ ડાહ્યા અને લગોટ બંધ માનવને કહ્યું નિમિત ક્યારે સતાવશે અને લપસી પડશે તેના ઢગલાબંધ કથાનકે શાસ્ત્રમાં સંગ્રહાયેલા છે.
પ્રતિક્ષણ જ્ઞાન-વૈરાગ્ય–તપ–જપ અને છેવટે ગુરૂકુળ વાસમાં જાગૃત આત્મા જ પિતાને બચાવવા માટે અને સ્વાર્થ - વશ, માયા વશ કે, હાદિવસ ઉભા કરેલા નિમિત્તોને ઠોકર મારવા માટે જ જાગૃત બને છે. અને સર્વથા નિરર્થક અનર્થદડનું વિરમણ કરવા માટે કટિબદ્ધ બનીને નીચેના નિયમને ગ્રહણ કરે છે
(૧) મારા વેષ, ફેશનાલીટી, બેલવાની ચાલાકી કે ચાલની સુંદરતાનાં કારણે બીજા કેઈ પણ જીવને શિયળ, સત્ય કે સદાચારથી ભ્રષ્ટ થવું પડે તેવી રીતે મારે વ્યવહાર આજથી રાખીશ નહીં.
(૨) જુગાર રમી) માંસ ભજન, શરાબપાન, વેશ્યા કે પરસ્ત્રીગમન, ચેરી અને શિકાર આદિ સાતે વ્યસન પાપત્યાદક અને વર્ધક હોવાથી તેને ત્યાગ કરીશ.
(૩) સ્વૈચ્છિક વિહાર કરનારા પશુ-પક્ષીઓને પાળવા માટે પિંજરામાં નાખવા તે સારૂ નથી જ, તેથી આજથી તેવા વ્યાપાર અને વ્યવહારને બધ કરીશ.
(૪) અસંખ્યાતા કે અનંત જીવોનું હનન થાય તેવા આરંભે–સમારંભ તથા વધારે પડતે પરિગ્રહ મારા જીવનને માટે કંઈપણ કામનો નથી તેમ સમજી છેડી દે જ હિતાવહ માર્ગ છે.