________________
શતક ૧૮ મુઃ ઉદ્દેશક-૧૦
૪૯૯ (૨) ખેત, જમીન, મકાન આદિને હવે વધારીશ નહીં, જેટલું
છે તેટલામાં સંતોષ માનીશ. (૩) પશુ આદિ જે મૂક પ્રાણી છે તેની સંખ્યામાં વધારે
થવા દઈશ નહીં કદાચ વધારો થવાનો પ્રસંગ આવશે તે તે ગાય, ભેસ આદિને મારા સ્વામીભાઈને આપી દઈશ. પરંતુ કસાઈને કે તેના દલાલેને એક પણ જનાવર આપીશ નહીં કે વેચીશ નહીં.
ઈત્યાદિ કારણોથી પરિગ્રહ પરિમાણવ્રત ખૂબ સાવધાનીથી પાળીશ. ગુણવતે ?
ઉપર પ્રમાણે પાચે મેટા પાપોને અમુક અંશે ત્યાગવા માટે પાંચ વ્રતે સ્વીકારવામાં આવે છે બીમારી પછીથી આવેલી અશક્તિ ધીમે ધીમે મટીને પુનઃ સશક્ત બનવામાં વાર લાગે છે, તેવી રીતે અને તે ભોની મિથ્યાત્વરૂપ તાવની અસરના કારણે અશક્ત થયેલ જીવાત્માને પણ આધ્યાત્મિક શક્તિ ધીમે ધીમે આવે છે અને વધે છે. સાધકને ગુરૂકુળવાસ યદિ મજબુત હશે તે શક્તિનો સંચાર શીઘ્રતાથી થતો જશે ગુરૂકુળવાસાદિની કમજોરી હોય અને સાધક કમજોર હોય તેમ છતા તે સાધકને આગળ વધવાની ભાવના પણ છે ત્યારે તે આત્મા જેમ જેમ સમજતે થશે તેમ તેમ શક્તિ આવશે અને પાંચે વતેમાં જે કાઈ છુટછાટ રાખી છે તેને પણ ધીમે ધીમે ઓછી કરવાની આદત કેળવશે અને જેટલું શક્ય હશે તે રીતે નિરર્થક પાપેને બંધ કરશે. પરમ દયાળુ અરિહંત દેવોના શાસનમાં આ માટે જ ત્રણ ગુણવ્રતોની ચેજના સાર્થક બને છે. માવડી પોતાના બાલુડાને સાથળ ઉપર સુવડાવીને