________________
૪૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પરંતુ જેનું પેટ કેઈ કાળે ન ભરાય, ભરાયેલા પટારા પણ, ખાલી જેવા લાગે અને લાખો નદીઓના તોફાની પૂરથી રસમુદ્ર જેમ તૃપ્તિ ન પામે તેવી રીતના પરિગ્રહ નામના રાક્ષસનું પેટ પણ ભરાતું નથી. લાખ કરોડની માલમતા ઘરમાં આવ્યા પછી તમારી આશા અને તૃષ્ણ આકાશની જેમ, અથવા મોઢું ઉઘાડું રાખીને બેઠેલી રાક્ષસીની જેમ હમેશા. ભૂખીની–ભૂખી રહેશે.
અને વધી ગયેલ કે વધારી દીધેલે પરિગ્રહ-કામદેવને સહચારી મિત્ર હેવાથી તેના તફાને સૌને નડ્યા વિના રહ્યા નથી, કેમકે થાકી ગયેલા શરીરમાં શક્તિને પુનઃ સંચાર કરવા માટે તેને જુદી જુદી રસવતી વાનગીઓનો રસ વધવા. પામશે. ફાર્મસીઓની પૌષ્ટિક ઔષધિઓ માટે લાલસા જાગશે, કપડાઓથી શરીરને શણગારવામાં વૃત્તિ તથા પ્રવૃત્તિ વધશે, એમ કરીને મરી ગયેલા કે મરવાની અણી પર આવેલા. કામદેવને સૂતેલા સર્ષની જેમ ફરીથી ભડકાવશે. આ બધે. પ્રતાપ પરિગ્રહને છે કેમકે –
પાલો પતિ ખાય જે, તાકે સતાવે કામ; દૂધ-દહિ, મલાઈ માટે, તાકી જાણે શ્રીરામ.”
આ બધી વાતે જાણુને સે મિલે પરિગ્રહને નિયંત્રણમાં. લેવા માટે જૂદા જૂદા નિયમે સ્વીકાર્યા. (૧) સેનું-ચાંદી–હીરા–મતી આદિના આભૂષણોને હું નવા
કરાવીશ નહી, મારા શરીરે ધારીશ નહી. મર્યાદામાં કરેલા સુવર્ણાદિ દ્રવ્યને વધારવા માટે પણ હું કઈ કાળે પ્રયત્ન કરીશ નહી વધારાના વ્યાપાર, રોજગારે, બંધ કરીશ તથા નવા વ્યાપારે, પેઢીઓ, કેકટરીઓ આદિનો પ્રારંભ કરીશ નહી.