________________
શતક ૧૮મું ઉદ્દેશક-૧૦
४८७ (૪) સ્વસ્ત્રીમાં પણ સતેષ કેળવવાને માટે જે રીતે બનશે તેવી
રીતે હું સ્વસ્ત્રીના સંસર્ગમાં સંયમ કેળવશ, એટલે કે ભેગ રાત્રિ સિવાય બીજી બધી વાતે મારા મનને કટેલમાં રાખીશ, જેથી બીજ–ઈ પ્રકારે તેની સાથે ગંદી ચેષ્ટા, ગંદુ ભાષણ, ન થવા પામે અને–થવાને
પ્રસંગ આવશે તે પણ હું ટાળવાની દાનત રાખીશ. (૫) ભેગ રાત્રિ વિનાના દિવસ રાત્રિમાં કામની ઉત્પત્તિ ન
થાય તેવા પ્રકારના મિષ્ટાન્ન, અતિજન, કામકથા કે ભોગવેલા પ્રસંગોને પણ યાદ કરીશ નહી. મહાવીરસ્વામીના ધર્મની પ્રાપ્તિ થયા પહેલા જે કઈ યાદદાસ્ત સ્થાને, ચિત્ર, કથાઓ કે સંગીત હશે તેને પણ ઘરમાંથી અને હૈયામાંથી દૂર કરીશ.
ઉપર પ્રમાણેના નિયમપૂર્વક હું મારું પવિત્ર વ્રત–જે મારા જીવનમાં પ્રથમવાર જ ઉદયમાં આવ્યું છે, તેને જીવના જોખમે પાળીશ અને બ્રહ્મચારી, વ્રતધારી, તપસ્વી તથા સ્વાધ્યાયી મહાપુરુષોને સહવાસ કરીશ
(પ) પરિગ્રહ પરિમાણુવ્રત :
સ્વીકારેલી સ્ત્રી જ સેટામાં મોટો પરિગ્રહ જેના ભાગ્યમાં પડ્યો હોય તે સાધક બાહ્ય કે આભ્યતર પરિગ્રહનો ત્યાગ કરી શકતો નથી. આકાશમાં રહેલા ગ્રહોને થોડાઘણા બાકુળા આપે તલ કે મમરાના લાડવો આપો કે રૂમાલ માટે પણ કામમાં ન આવે તેવું લાલ-પીળું–લુગડું આપો તે પણ તે બિચારા દેનાર ઉપર-રાજી થતા ટાઈમ લગાડતા નથી.