________________
४५६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
- આ બધી વાતેની યથાર્થતા સમજ્યા પછી તે મિલે પરસ્ત્રીગમનરૂપ મૈથુન વિરમણને સારી રીતે પાળવા માટે નીચેના નિયમોને ધારણ કર્યા છે. કેમકે નિયમ વિના ચમ (મહાવ્રત) પાળવા લગભગ અશક્ય છે. (૧) મારી ધર્મપત્નીની ગેરહાજરીમાં કે બીમારીમાં મારી
ઈચ્છા પૂર્ણ કરવા માટે મારા ઘરની દાસીને ભાડુ આપી તેનામાં સ્વસ્ત્રીની કલ્પના કેઈ કાળે કરીશ નહીં. કેમકે હૈયામાં દુરાચારની ભાવના વિના બીજાની સ્ત્રીમાં પોતાની
પત્નીની કલ્પના થતી નથી. (૨) અત્યારે તે સ્ત્રી પારકાની ગ્રહણ કરાયેલી નથી. ચાહે પછી
તે કન્યા હોય, વિધવા હોય કે બીજી કઈ હોય તે પણ તેમની સાથે ગમન કરવાની કલ્પના હું કરીશ નહીં. અથવા પરદેશ ગયેલા પતિના વિયેગથી વિહલ બનેલી સધવા અથવા ત્યક્તા કદાચ થોડા સમય માટે મારી
પત્ની બનવા માંગે છે એ તે વાત હું સ્વીકાર કરીશ નહીં. () મારી ધર્મપત્ની કરતાં પણ બીજી કન્યાઓ રૂપવતી કે
મદમાતી હોઈ શકે છે. તેથી મારા મનમાં ખરાબ તત્ત્વની ઉદ્દીર્ણ થવા ન પામે તે માટે તેમના લગ્ન પ્રસંગમાં જઈશ નહીં. કેમકે રૂપાળી કન્યા જોઈને કદાચ આ ભવને માટે તેવા પ્રકારની સ્ત્રીની પ્રાપ્તિ માટેના નિયાણું બાંધવામાં મારે જીવ અટવાઈ જાય તે ભવનો અંત થવાને અવસર કેઈ દિવસે આવશે નહીં, એમ સમજીને કેવળ વ્યવહાર નિભાવવા પૂરતા જ ક્યાંય જવું પડે તે જઈશ પણ બીજી વાતમાં મારા મનને મક્કમ રાખીશ.