________________
૪૮૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. હોય તેને બરાબર આપે છે. પરંતુ મિથ્યાત્વના ગાઢ અંધકારથી વ્યાપ્ત બનેલા ભાવ અંધને સુધરતા કે માર ખાધા પછી પણ ફરીથી ભૂલ ન કરતાં તમે કઈ દિવસે જોયા છે ? અર્થાત પ્રાયઃ કદી તેવું બનતું નથી કેમકે તેના રોમેરેામમાં પૂર્વભવના ચેરી કરવાના કુસંસ્કાર–એવી રીતના પડ્યાં છે જેને લઈ માર ખાશે, પાલીસના ડંડા ખાશે, અપમાનિત થશે અને ધૂત્કાર પામશે પણ “લખણું ન બદલે લાખા” આ ન્યાયે તેઓ ફરી ફરી ચેરી કર્યા વિના રહેવાના નથી. આવા ચેર મેલા લુગડાવાળા જ હોય છે તેવું માનવાની ભૂલ કરશે નહીં કારણકે સંસારમાં તમે જોઈ શકે છે કે મેલા ક૫ડાવાળા ચેરી કરીને પાવલી પૈસાની જ કરશે જ્યારે ઉજળા કપડા. પહેરનારા ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ કેવી રીતે ચોરી કરે છે! તે તમે જાણે છે? ચેરી કરાયેલ માલમતાને ખરીદ્યા વિના, ચોરને મદદગાર બન્યા વિના, માલમાં ભેળસેળ કર્યા વિના, રાજ્ય વિરુદ્ધ કર્મ કર્યા વિના કે બેટા તેલ, ખોટા માપ,ચેપડા કે વ્યાજવટાવમાં ગડબડ કર્યા વિના, મિનિસ્ટરે, ડાફટ - મેટા વ્યાપારીઓ લાખ કરોડો રૂપીયા શી રીતે ભેગા કરતા હશે? અને આંખના પલકારે જ મોટર, ફલેટ કે ફેકટરીના. માલિક બનીને ઘી-કેળા ક્યાંથી ખાતા હશે? દેશના લાખ કરે માણસેને ભૂખ્યા રાખીને અનાજની ગુણ કે તેલના ડબ્બાઓને કેઈને પણ ખબર ન પડે તેવી રીતે એક સ્થાનથી બીજે સ્થાને ગુપ્ત કેવી રીતે કરતા હશે? આ બધા કાર્યો, સાહુકારીને આભારી નથી પણ અદાદાનને જ (ચૌર્યકર્મને) આભારી છે. માટે મારા શાસનમાં અદતાદાનને પાપ કહેવાયું છે. આ અને આના જેવી બીજી વાતોમાં આપણે એટલું જ વિચારવાનું કે ભવ ભવાંતરમાં મિથ્યાત્વના જોરે કરેલા ચીર્યકર્મના સંસ્કારે શું કામ કરે છે?