________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦
૪૮૫ આનાથી વિપરીત અરિહંતના, તેમના મુનિઓના કે -વીતરાગ પરમાત્માની મૂતિઓના દર્શન–વંદન નમન–પૂજન કે -સ્પર્શનથી મિથ્યાત્વ પલાયન થઈને જેમને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે, તેમને તેવું ભાન થાય છે કે “આજ સુધી જીવ હિંસાના પાપે જ હું દુઃખી છું–રોગી છું” માટે સૌથી પહેલાં મારે જીવ હિંસાના દ્વાર બંધ કરવા જોઈએ. પણ તેમને તેવાં પ્રકારનું જ્ઞાન અથવા ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થઈ ન હોવાથી સર્વથા જીવ હિંસાને છેડી દેવા માટે તે જીવ સમર્થ બની શકતું નથી. યદ્યપિ તે ભાગ્યશાળી જીવ હિંસાદિ પાપને પાપ જ સમજે છે, પણ પિતાની લાચારીના કારણે સંપૂર્ણ હિંસાના કાર્યો ન છેડી શકવાનાં કારણે સૌથી પહેલા સર્વથા નિરર્થક હિંસા અથવા ન કરે તે પભુ જીવન નિર્વાહમાં વાંધો આવતું નથી તેવી હિંસા, હિંસા કર્મો, હિંસા વ્યાપાર કે વ્યવહારને છોડવાને માટે દઢ પ્રતિજ્ઞ બને છે અને સ્વપ્નમાં પણ જાગૃત રહીને તે પ્રતિજ્ઞાનું પાલન કરે છે. શેષ રહેલી પોતાના પેટ કે વ્યવહાર માટે કરાતી હિંસા જે સર્વથા અનિવાર્ય છે, તેમાં પણ નિર્વસ પરિણામને, ક્રૂરતાને, ખાવા-પીવાની લાલસાનો, ઓઢવા પહેરવાના મોહને, કે પુત્ર પરિવારની માયાને ધીમે ધીમે શમન કરીને સસારને વ્યવહાર ઉદાસીન ભાવે ચલાવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય છે. જીવનના વ્યવહારમાં કયાંય પણ દયાને નાશ, સમતાને અભાવ, ઉદાસીનતામાં કમજોરી ન આવવા પામે તે માટે સમ્યક્ત્વથી દીપતે માનવ પ્રતિક્ષણે જાગરૂક રહે છે તેમ છતા પણ કેઈક સમયે કરેલ નિર્ણય ખ્યાલ બહાર ચાલ્યા જાય; પ્રમાદ સેવાઈ જાય, અને અજાણતા યા બીજા કેઈ કારણે અનિચ્છાએ પણ કંઈ થઈ જય અથવા કરવું પડે તે માટે તેને આત્મા પશ્ચાતાપપૂર્વક લાગેલL