________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૧૦ આશયને સમજવાની જરૂરત છે. પૃથ્વી–પા–અગ્નિ-વાયુ અને વનસ્પતિ આદિ જુદી જુદી જાતના દ્રવ્યો હોવા છતાં ‘દ્રવ્યત્વની અપેક્ષા રાખીને દ્રવ્ય એક છે” આમ સંગ્રહનયની ભાષામાં પ્રત્યેક જન બોલે છે અને સામેવાળો તેને ભાવે સમજી લે છે. તે જ પ્રમાણે “હું એક છું' આમાં પણ જીવ દ્રવ્યની અપેક્ષા સમજી લેવાની છે. યદ્યપિ જીવમાં અસંખ્ય પ્રદેશ રહેલા છે તે પણ તેમની અનેકતાને આશ્રય લીધા વિના કેવળ જીવદ્રવ્યની અપેક્ષાએ જીવ એક છે.
આ સંસાર એક વ્યક્તિને નથી પણ અનેકાનેક દેશ, જાતિ, ધર્મ અને ભાષાઓથી વ્યાપ્ત થયેલા આ સંસારના વ્યવહારને કેવળ પિતાના મનઘડંત શાસ્ત્રોના પાનાઓથી નિર્ણય કરવા જતાં સસારનો કેટલેક વ્યવહાર જે અનાવર્તન નીય છે, તેમાં વિરોધ ઉભું થતા બગડી જશે, જે કેઈને પણ ઈચ્છનીય નથી. માટે સંસારના વ્યવહારનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે “અસત્યામૃષા” એટલે કે વ્યવહારમાં બોલાતી અને સત્યસ્વરૂપે સમાતી ભાષાને પણ પ્રવેશ કરીએ તે માનવ સમાજના ઘણા ઝગડા પોતાની મેળે જ સમાપ્ત થયા વિના રહેતા નથી. જીવમાં અનેકત્વાદિની સિદ્ધિ
ઉપર પ્રમાણે દ્રવ્યત્વની અપેક્ષાએ “જીવ” એક હોવા છતાં પણ સ્વભાવની ભિન્નતાનાં કારણે જીવોમાં ભેદ પડે તે પણ કઈને કઈ પણ બાધા આવવાની નથી. કેમ કે જીવના સ્વભાવે એક સમાન ન હોવાના કારણે મેં કહ્યું હતું કે “હું બે છું” એટલે કે જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ મારા બે સ્વરૂપ હોવાથી “હું બે છું” કહેવાયું છે. યદ્યપિ જીવ દ્રવ્ય