________________
४७६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સાપેક્ષ દૃષ્ટિએ બેલવા જેથી વિદ્યમાન પર્યાયને નિષેધ કરવાને પ્રસંગ પણ ન આવે અને અત્યારના સમયે પર્યાની નાસ્તિ છે માટે તેમનાં નાસ્તિત્વને પણ નિષેધ કર ન પડે.
ભગવાન મહાવીરસ્વામીએ સેમિલના પ્રશ્નોના જવાબ ફરમાવતાં કહ્યું કે હે મિલ! “હું એક પણ છું.” “હું બે પણ છું”—અવિનાશી, અક્ષય પણ છું, અને ભૂત-ભાવી તથા વર્તમાન પર્યાયેના પરિણામવાળે પણ છું. સ્પષ્ટ જવાબ હોવા છતાં તેનાં મનમાં હજી પણ શંકા છે કે આવું શી રીતે બને ? જે એક જ છે તે બે કઈ રીતે ? અને જે બે હોય તે એક શી રીતે ? પર્યામાં વિચરનાર અક્ષય કેવી રીતે? અને જે અક્ષય હોય તે ક્ષય પામ્યા વિના ભૂત–ભાવી અને વર્તમાનને પયામાં શી રીતે પરિણામ પામે? આ બધી જંજાળમાંથી બચવાને માટે પ્રભુને પૂછ્યું કે હે પ્રભો ! આપશ્રીએ એક બીજાથી સર્વથા વિરોધ રાખનારી વાત કહી તે શી રીતે સંગત થાય ?
ભગવતે કહ્યું કે હે મિલ! આ પ્રત્યક્ષ દેખાતા સંસારને નિર્ણય કેવળ શાસ્ત્રોના પાના ફેરવવા માત્રથી થવાને નથી. આજ સુધી તમે કેટલાય શાસ્ત્રો ખ્યા, ચર્ચા અને કંઠસ્થ કરીને બેઠા છે ! તે પણ તેમાંથી માખણ કાઢી શક્યા નથી. માટે તમારા માનેલા શાસ્ત્રોને એક બાજુ રહેવા દઈને સંસારની કઈ પણ વાતને, પ્રસંગને અપેક્ષા બુદ્ધિથી સમજવાનો પ્રયાસ કરશે તે કંઈક તત્વ પામી શકશે. બેસો ત્યારે હું તમને આ બધી વાત સમજાવું છું. જીવમાં એકત્વની સિદ્ધિ
મેં કહ્યું હતું કે “હું એક છું” આ જવાબમાં એના