________________
શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦
૪૭૫ પૂર્વતૈયારી વગેરે કેટલાય અભિગૃહીત મિથ્યાત્વના સૈનિકને જોર એટલે બધા જબરદસ્ત હોય છે. જેનાથી પોતે સ્યાદ્વાદ– નય–પ્રમાણ આદિ તો સમજી શકે અને બીજાને સમજાવી શકે પણ પિતાના જીવનમાં ઉતારીને–મિથ્યાત્વના તાવને ભગાડી શકવા માટે સમર્થતા આવી શકતી નથી.
પ ડિતેના–મહાપંડિતેના જીવનની એ જ મોટી કરૂણતા છે, જેના અભિશાપે સસારને શાતિ-સમાધિની બક્ષીસ મળવી જોઈતી હતી તેના બદલે કુલેશ–વર–વિરોધ અને જબરજસ્ત વાગયુદ્ધની બક્ષીસ મળવા પામી છે. માટે જ હૃદયમાં રહેલાં ગંદા તથી અમૃત નીકળતું નથી. કેમકે કઢી પીનાર માણસને દૂધપાકનો ઓડકાર શી રીતે આવે ?
સ્યાદ્વાદને અર્થ સાપેક્ષવાદ–અનેકાંતવાદ છે, કેમકે ભૂતભાવી અને વર્તમાનના પર્યાની અનંતતાવાળા-દ્રવ્યને નિર્ણય જૂદી જૂદી અપેક્ષાએ કરવાનું હોય છે અને ત્રણેકાળના અનેક પર્યાયે તે દ્રવ્યમાં વિદ્યમાન છે. પૂછનાર પણ એક જ આશયથી પૂછતું નથી કેમ કે તેની જિજ્ઞાસા અનેક અને સાપેક્ષ હોય છે, તેથી જવાબદાતા સામેવાળાની વાતને બરાબર સાંભળીને, વિચારીને પછી જ તેને જવાબ દેવે જેથી બીજા વાદ-વિવાદને અવસર જ સમાપ્ત થઈ જાય.
સ્યાદ્વાદ કેઈ ધર્મ નથી, જેના કારણે તેની આદિ, અનાદિને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. આદિનાથ-શષભદેવે પણ સ્યાદ્વાદની જ ભાષા બેલી હતી અને મહાવીરસ્વામીએ આજ ભાષાને વ્યવહાર કર્યો છે. સ્યાદ્વાદને અર્થ એ છે કે દ્રવ્યમાં અસ્તિત્વ રૂપે રહેલા પર્યાને અતિ રૂપે અને નાસ્તિત્વ રૂપે રહેલા પર્યાને નાસ્તિ રૂપે કહેવા છે એટલે કેઈપણ પ્રસંગને